India crushes Pakistan : ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવી સુપર-4માં વિજયી શરૂઆત કરી

એશિયા કપ 2025ના સુપર 4ના પ્રથમ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને પ્રભાવશાળી શરૂઆત કરી છે. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું છે, જ્યારે પાકિસ્તાન છેલ્લી પોઝિશન પર છે.
અભિષેક શર્માએ શરૂઆતથી જ આક્રમક
ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરનાર પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ભારત માટે લક્ષ્ય પડકારજનક સાબિત થશે,
પરંતુ ઓપનર્સ શુભમન ગિલ અને અભિષેક શર્માએ શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી હતી. બંનેએ માત્ર 59 બોલમાં પહેલી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી, જેના કારણે પાકિસ્તાનની મેચમાં વાપસીની તમામ શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ.
બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તણાવ
શાહીન શાહ આફ્રિદી અને હરિસ રૌફ જેવા પાકિસ્તાની બોલરો સામે ગિલ અને અભિષેકે નિર્ભય બેટિંગ કરી હતી. એક સમયે મેદાન પર બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો, પરંતુ અમ્પાયરોની દખલગીરી બાદ પરિસ્થિતિ શાંત થઈ ગઈ હતી.