India Russia Agreement On UPI: રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં મોટા નિર્ણયો લેવાશે એવી શક્યતા છે. આ મુલાકાતનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રશિયામાં ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમનું લોન્ચિંગ હોઈ શકે છે.
તાજા રશિયન મીડિયા અહેવાલો અનુસાર, પુતિન તેમના ભારત પ્રવાસ દરમિયાન રશિયાની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ (SBP) ને ભારતની UPI સાથે ઇન્ટરલિંક કરવા અંગે મોટો નિર્ણય લઈ શકે છે. જો આ કરાર થાય છે, તો બંને દેશોના નાગરિકો QR કોડ અને ફોન નંબરથી સીધી ચુકવણી કરી શકશે.
- SWIFT પ્રતિબંધોને કારણે રશિયન પ્રવાસીઓની મુશ્કેલી
પશ્ચિમ દેશોના પ્રતિબંધોને કારણે રશિયા SWIFT અને આંતરરાષ્ટ્રીય કાર્ડ નેટવર્ક્સનો ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે ભારત આવતા રશિયન પ્રવાસીઓને મોટાભાગે રોકડ પર નિર્ભર રહેવું પડે છે. તેવી જ રીતે, રશિયામાં ભારતીય મુસાફરોના Mastercard અને Visa કાર્ડ પણ કામ કરતા નથી.
- MIR–RuPay Linking પર ગંભીર ચર્ચા
રશિયાના ઉપ વિદેશ મંત્રી આન્દ્રે રુડેન્કોએ જણાવ્યું હતું કે રશિયાના Mir તથા ભારતના RuPay કાર્ડને પરસ્પર માન્યતા આપવાથી પ્રવાસનને મોટો વેગ મળશે. નવેમ્બરમાં મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પુતિન સાથે આ મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી.
- UPI–SBP Integrationથી 30% સુધી ઘટી શકે કરન્સી ફી
રશિયન અખબાર ‘ઇઝવેસ્ટિયા’ મુજબ, ભારત અને રશિયા ટૂંક સમયમાં મર્યાદિત સ્તરે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને જોડવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. UPI અને SBP જોડાયા પછી મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટશે અને કરન્સી એક્સચેન્જ ફીમાં 30% સુધી ઘટાડો થઈ શકે છે.
- રશિયાનું SBP શું છે?
SBP (Faster Payments System) રશિયન સેન્ટ્રલ બેંક દ્વારા બનાવવામાં આવેલ રીઅલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે, જે UPI જેવી જ સુવિધાઓ આપે છે. QR કોડ સ્કેન કરીને અથવા ફોન નંબર દાખલ કરીને સેકન્ડોમાં પેમેન્ટ થઈ જાય છે. Sberbank, Tinkoff, VTB જેવી તમામ મોટી બેંકો SBP ને સપોર્ટ કરે છે.
જો બંને દેશો સિસ્ટમને લિંક કરવા માટે સત્તાવાર સંમતિ આપે છે, તો ભારતીય પ્રવાસીઓ રશિયામાં પણ ભારત જેવી UPI સ્કેન-એન્ડ-પે સુવિધાનો ઉપયોગ કરી શકશે.


Leave a Comment