Instagram Data Leak: 1.75 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક, Malwarebytesનો ચોંકાવનારો ખુલાસો

by

Thenewsdk

Updated: 12-01-2026, 05.05 AM

Follow us:

દુનિયાભરમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ફરી એકવાર સાયબર સુરક્ષા મુદ્દે ચર્ચામાં આવ્યું છે. જાણીતી સાયબર સિક્યોરિટી કંપની Malwarebytes દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ, 1.75 કરોડથી વધુ Instagram યુઝર્સનો ડેટા લીક થયો હોવાની શક્યતા છે, જેના કારણે યુઝર્સમાં ભારે ચિંતા ફેલાઈ છે.

Malwarebytesના જણાવ્યા અનુસાર, આ વિશાળ ડેટાસેટ હેકર ફોરમ્સ અને ડાર્ક વેબ પર ખુલ્લેઆમ શેર કરવામાં આવી રહ્યો છે. રૂટિન ડાર્ક વેબ મોનિટરિંગ દરમિયાન આ માહિતી સામે આવી હતી. લીક થયેલા ડેટામાં યુઝરનેમ, સંપૂર્ણ નામ, ઈ-મેલ એડ્રેસ, મોબાઇલ નંબર અને કેટલીક જગ્યાએ ફિઝિકલ એડ્રેસ જેવી સંવેદનશીલ વિગતો સામેલ છે. જોકે, પાસવર્ડ અથવા બેંકિંગ માહિતી હોવાનો કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી.

સાયબર નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ માહિતીનો ઉપયોગ ફિશિંગ, ઓળખ ચોરી (Identity Theft), ખોટા ઈ-મેલ અને SMS મોકલવા તેમજ એકાઉન્ટ હાઇજેકિંગ માટે થઈ શકે છે. ખાસ કરીને પાસવર્ડ રીસેટ સિસ્ટમનો દુરુપયોગ કરીને હેકર્સ યુઝર્સના એકાઉન્ટ પર કબજો મેળવી શકે છે.

રિપોર્ટ મુજબ, ‘Solonic’ નામના થ્રેટ એક્ટરે 7 જાન્યુઆરીએ BreachForums પર આ ડેટાસેટ પોસ્ટ કર્યો હતો, જેમાં JSON અને TXT ફોર્મેટમાં 1.7 કરોડથી વધુ યુઝર્સની માહિતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ડેટા મફતમાં ઉપલબ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે.

નિષ્ણાતો માને છે કે આ ડેટા Instagram API Leak, Data Scraping અથવા ખોટી રીતે કન્ફિગર કરાયેલ સિસ્ટમ મારફતે એકત્ર કરવામાં આવ્યો હોઈ શકે છે. આ ઘટનાપછી અનેક યુઝર્સને અનિચ્છિત પાસવર્ડ રીસેટ ઈ-મેલ મળ્યાની ફરિયાદ પણ સામે આવી છે.

આ મામલે Meta (Instagramની પેરેન્ટ કંપની) તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, સુરક્ષા નિષ્ણાતો યુઝર્સને સલાહ આપી રહ્યા છે કે તેઓ તાત્કાલિક પાસવર્ડ બદલે, Two-Factor Authentication (2FA) સક્રિય કરે અને કોઈપણ શંકાસ્પદ લિંક કે સંદેશથી દૂર રહે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.