IOA and Ahmedabad News: ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે સત્તાવાર રીતે બોલી લગાવી, અમદાવાદની બિડને IOAની મંજૂરી

ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે. જેના માટે 31 ઓગસ્ટ સુધીમાં ભારતે ફાઈનલ બિડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. કેનેડાએ કોમન વેલ્થ ગેમ્સની મેજબાની માટેનું બિડ પાછું ખેંચી લેતાં ભારત માટે તકો વધી છે.
કોમનવેલ્થ સ્પોર્ટનું ડેલિગેશન અમદાવાદ આવશે
ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2030ના બિડને ધ્યાનમાં લેતાં કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ગેમ્સ ડેરેન હોલે હાલમાં જ અમદાવાદમાં સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ મહિનાના અંતમાં કોમનવેલ્થ સ્પોર્ટનું વધુ એક મોટુ ડેલિગેશન અમદાવાદ આવી શકે છે.
નવેમ્બરના અંત સુધી લેવાશે નિર્ણય
કોમવેલ્થ 2030ની મેજબાની માટે દેશની પસંદગીનો નિર્ણય નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધી લેવાઈ શકે છે. કોમનવેલ્થ સ્પોર્ટના જનરલ એસેમ્બલી આ અંગે અંતિમ નિર્ણય લેશે. અગાઉ 2010માં ભારતે કોમનવેલ્થની મેજબાની કરી હતી. નવી દિલ્હી ખાતે મલ્ટી સ્પોર્ટ ગેમ્સ યોજાઈ હતી.