IPL Auction : 16 ડિસેમ્બર અબુ ધાબીમાં યોજાયેલી 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે મીની-ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર માંનો પૈસાની વરસાદ થઈ છે. ગ્રીનને ત્રણ વખતના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સે 25.20 કરોડમાં ખરીદ્યો છે.
ગ્રીન મિશેલ સ્ટાર્કના રેકોર્ડને તોડીને IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો. ફાસ્ટ બોલર સ્ટાર્કને 2024ની IPL ઓક્શનમાં KKR દ્વારા 24.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. હજુ પણ ઋષભ પંત (27 કરોડ રૂપિયા) IPLનો સૌથી મોંઘો ખેલાડી છે.
- KKR અને RR વચ્ચે થઈ ટક્કર
મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ કેમેરોન ગ્રીન માટે પહેલી બોલી ₹2 કરોડમાં લગાવી, જે ગ્રીનની બેઝ પ્રાઈઝ હતી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ (RR) મેદાનમાં ઉતરી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પછી ₹2.8 કરોડની બોલી લગાવી. બોલી ઝડપથી ₹8 કરોડને વટાવી ગઈ,
જેના કારણે KKR અને રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર થઈ. રાજસ્થાન રોયલ્સે તેમની બોલી વધારીને 11.8 કરોડ રૂપિયા કરી, જે તેમના કુલ પર્સના 80 ટકાથી વધુ છે. આ દરમિયાન, સૌથી મોટી પર્સ ધરાવતી KKR એ તેમની બોલી વધારીને 12 કરોડ રૂપિયા કરી.
રાજસ્થાને છેલ્લી ઘડીએ બોલી વધારીને 13.6 કરોડ રૂપિયા કરી, કદાચ તેઓ જાણતા હતા કે KKR ત્યાં અટકશે નહીં. આ પછી, રાજસ્થાન ગ્રીનની ઓક્શનમાંથી બહાર નીકળી ગયું.
- KKR અને CSK વચ્ચે સ્પર્ધા
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 13.8 કરોડ રૂપિયાની બોલી સાથે મેદાનમાં ઉતરી. હવે સ્પર્ધા KKR અને CSK વચ્ચે હતી. બોલી ઝડપથી 16.2 કરોડ રૂપિયા સુધી વધી ગઈ, જેમાં CSK આગળ રહી. KKR એ ઝડપથી બોલી વધારીને 18.4 કરોડ રૂપિયા કરી,
પરંતુ CSK એ તરત જ બોલી વધારીને 18 .6 કરોડ રૂપિયા કરી. બોલી હવે 24 કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી, પરંતુ CSK હજુ પણ પાછળ હટવા તૈયાર ન હતી. અંતે, KKR એ 25.2 કરોડ રૂપિયાની ઐતિહાસિક બોલી લગાવી. CSK એ હાર સ્વીકારી, અને કોલકાતા નાઈટ રાઈડર્સે કેમેરોન ગ્રીનને પોતાના નામે કર્યો.
- સૌથી પ્રભાવશાળી યુવા ખેલાડી
કેમેરોન ગ્રીને 2023 માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે IPL માં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું, 452 રન બનાવ્યા અને છ વિકેટ લીધી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શને તેને લીગના સૌથી પ્રભાવશાળી યુવા ખેલાડીઓમાંનો એક બનાવ્યો.
- IPL 2025 ઓક્શનમાં ભાગ નઇ લઈ શક્યો
IPL 2024 પહેલા, તેને MI દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને ₹17.5 કરોડમાં વેચવામાં આવ્યો. RCB વતી રમતા, કેમેરોન ગ્રીને 255 રન બનાવ્યા અને બોલિંગમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું, 10 વિકેટ લીધી.
જોકે, પીઠની ઇજાને કારણે સર્જરીની જરૂર પડી, જેના કારણે તે IPL 2025 મેગા ઓક્શનમાં ભાગ લઈ શક્યો નહીં. હવે સંપૂર્ણપણે ફિટ, તે IPLમાં KKR માટે છલકાવા માટે ઉત્સુક છે.


Leave a Comment