CSKથી લઈને RCB સુધી… IPL ઓક્શન પછી કઈ ટીમ વધુ મજબૂત બની? જુઓ તમામ 10 ફ્રેન્ચાઇઝીઓના સ્ક્વોડ

by

Thenewsdk

Updated: 17-12-2025, 05.43 AM

Follow us:

IPL auction results 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગના આવનારા સીઝન માટે યોજાયેલી ખેલાડીઓની મીની ઓક્શનમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા. મીની ઓક્શન બાદ તમામ 10 ટીમો સંતુલિત અને મજબૂત દેખાઈ રહી છે. હવે ક્રિકેટ ચાહકોની નજર IPLના આગામી સીઝન પર છે, જેમાં હજી થોડા મહિના બાકી છે.

  • કેમરન ગ્રીનએ ઇતિહાસ રચ્યો

IPL 2026 માટે ખેલાડીઓની મીની હરાજી 16 ડિસેમ્બર, મંગળવારના રોજ અબુ ધાબીના એતિહાદ એરેનામાં યોજાઈ હતી. આ ઓક્શનમાં કુલ 77 ખેલાડીઓ પર સફળ બોલી લાગી હતી. હરાજી દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીનએ ઇતિહાસ રચ્યો. KKRએ તેમને 25.20 કરોડ રૂપિયામાં ખરીદી IPL ઇતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી બનાવી દીધા. મીની ઓક્શનમાં ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ પર પણ ભારે રકમ ખર્ચાઈ. CSKએ પ્રશાંત વીર અને કાર્તિક શર્માને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા, જે ઘરેલુ યુવા પ્રતિભાઓની વધતી માંગ દર્શાવે છે.

  • ચાહકોની નજર આગામી IPL સીઝન પર

મીની ઓક્શન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાહકોની નજર આગામી IPL સીઝન પર છે. IPL 2026નું આયોજન 26 માર્ચથી 31 મે સુધી થશે. RCB પોતાનો ખિતાબ બચાવવાના ઇરાદે ઉતરશે, જ્યારે બાકીની 9 ટીમો પણ પોતાની પૂરી તાકાત બતાવશે. મીની ઓક્શન બાદ તમામ 10 ટીમોના સ્ક્વોડ પર એક નજર કરીએ…

  • રાજસ્થાન રોયલ્સ (25 ખેલાડી):

યશસ્વી જયસવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શુભમ દુબે, યુધવીર સિંહ, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, શિમરોન હેટમાયર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, જોફ્રા આર્ચર, ક્વેના મફાકા, નાંદ્રે બર્ગર, રવિન્દ્ર જાડેજા (ચેન્નાઈથી ટ્રેડ), સેમ કરન (ચેન્નાઈથી ટ્રેડ), ડોનોવન ફેરેરા (દિલ્હીથી ટ્રેડ), રવિ બિશ્નોઈ, સુશાંત મિશ્રા, યશ રાજ પુંજા, વિગ્નેશ પુથુર, રવિ સિંહ, અમન રાવ, બ્રિજેશ શર્મા, એડમ મિલ્ને અને કુલદીપ સેન.

  • ચેન્નાઈ સુપર કિંગ્સ (25 ખેલાડી):

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ માથરે, એમ.એસ. ધોની, ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વિલ પટેલ, શિવમ દુબે, જેમી ઓવરટન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહમદ, ખલિલ અહમદ, અંશુલ કમ્બોજ, ગુરજપનીત સિંહ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, નાથન એલિસ, સંજુ સેમસન (રાજસ્થાનથી ટ્રેડ), અકીલ હુસેન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, મેથ્યુ શોર્ટ, અમન ખાન, સરફરાજ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર અને જકારિ ફાઉલ્કેસ.

  • મુંબઈ ઇન્ડિયન્સ (25 ખેલાડી):

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રાયન રિકેલ્ટન, રોબિન મિંઝ, મિચેલ સેન્ટનર, કોર્બિન બોશ, નમન ધીર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, અલાહ ગઝનફર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, રાજ બાવા, દીપક ચહર, વિલ જેક્સ, શર્ફેન રધરફોર્ડ (ગુજરાતથી ટ્રેડ), મયંક માર્કંડે (કોલકાતાથી ટ્રેડ), શાર્દુલ ઠાકુર (લખનૌથી ટ્રેડ), ક્વિન્ટન ડિકોક, દાનિશ માલેવર, મોહમ્મદ ઇઝહાર, અથર્વ અંકોલેકર અને મયંક રાવત.

  • મુંબઈ ઇન્ડિયન્સ (25 ખેલાડી):

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રાયન રિકેલ્ટન, રોબિન મિંઝ, મિચેલ સેન્ટનર, કોર્બિન બોશ, નમન ધીર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, અલાહ ગઝનફર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, રાજ બાવા, દીપક ચહર, વિલ જેક્સ, શર્ફેન રધરફોર્ડ (ગુજરાતથી ટ્રેડ), મયંક માર્કંડે (કોલકાતાથી ટ્રેડ), શાર્દુલ ઠાકુર (લખનૌથી ટ્રેડ), ક્વિન્ટન ડિકોક, દાનિશ માલેવર, મોહમ્મદ ઇઝહાર, અથર્વ અંકોલેકર અને મયંક રાવત.

  • પંજાબ કિંગ્સ (25 ખેલાડી):

પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, નેહાલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, માર્કો યાનસેન, હરપ્રીત બરાડ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુશીર ખાન, પ્યાલા અવિનાશ, હરનૂર પન્નુ, સૂર્યાંશ શેડગે, મિચેલ ઓવેન, ઝેવિયર બાર્ટલેટ, લોકી ફર્ગ્યુસન, વૈશાક વિજયકુમાર, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે અને વિશાલ નિશાદ.

  • દિલ્હી કેપિટલ્સ (25 ખેલાડી):

અક્ષર પટેલ (કેપ્ટન), કે.એલ. રાહુલ, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાના વિજય, અજય મંડલ, કુલદીપ યાદવ, મિચેલ સ્ટાર્ક, ટી. નટરાજન, મુકેશ કુમાર, દુષ્મન્થા ચમીરા, નીતિશ રાણા (રાજસ્થાનથી ટ્રેડ), ડેવિડ મિલર, બેન ડકેટ, અકીબ નબી, પથુમ નિસાંકા, લુંગી એન્ગિડી, સાહિલ પારખ, પૃથ્વી શો અને કાઇલ જેમિસન.

  • સનરાઇઝર્સ હૈદરાબાદ (25 ખેલાડી):

પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, સ્મરણ રવિચંદ્રન, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે,કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, બ્રાઇડન કાર્સ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, ઝીશાન અંસારી, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસેન, ઓંકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ્લ હિંગે, ક્રાન્સ ફુલેટ્રા, લિયમ લિવિંગસ્ટોન, શિવમ માવી અને જેક એડવર્ડ્સ.

  • કોલકાતા નાઇટ રાઇડર્સ (25 ખેલાડી):

અજિંક્ય રહાણે, સુનીલ નારાયણ, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી , મનીષ પાંડે, વરુણ ચક્રવર્તી, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, રોવમેન પાવેલ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમરન ગ્રીન, ફિન એલન, મથિષા પથિરાણા, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, રાહુલ ત્રિપાઠી, ટિમ સેફર્ટ, મુસ્તાફિઝુર રહમાન, સાર્થક રંજન, દક્ષ કામરા, રચિન રવિન્દ્ર અને આકાશ દીપ.

  • ગુજરાત ટાઇટન્સ (25 ખેલાડી):

શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, કાગિસો રબાડા, જોશ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, નિશાંત સિંધુ, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, ગુરનૂર બ્રાર , સાઈ કિશોર, ઈશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, અશોક શર્મા, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, પૃથ્વીરાજ યારા અને લ્યુક વુડ.

  • રોયલ ચેલેન્જર્સ બેંગલોર (25 ખેલાડી):

રજત પાટિદાર (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા, રસિખ સલામ ડાર, અભિનંદન સિંહ, સુયશ શર્મા, વેંકટેશ અય્યર, જેકબ ડફી, સાત્વિક દેશવાલ, મંગેશ યાદવ, જોર્ડન કોક્સ, વિક્કી ઓસ્તવાલ, વિહાન મલ્હોત્રા અને કનિષ્ક ચૌહાણ.

  • લખનૌ સુપર જાયન્ટ્સ (25 ખેલાડી):

ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડેન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરણ, મિચેલ માર્શ, શાહબાઝ અહમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, આવેશ ખાન, મોહસિન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર (મુંબઈથી ટ્રેડ), મોહમ્મદ શમી (હૈદરાબાદથી ટ્રેડ), વાનીંદુ હસરંગા, એનરિક નોર્કિયા, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઇંગ્લિસ.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.