એન્ટરટેઇનમેન્ટ
Jamtara 2′ અભિનેતા સચિને 25 વર્ષની ઉંમરે કર્યો આપઘાત

લોકપ્રિય વેબ સિરીઝ “જામતારા 2” માં જોવા મળેલા મરાઠી અભિનેતા સચિન ચાંદવાડેએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સચિન માત્ર 25 વર્ષના હતા. તેમના મૃત્યુથી મરાઠી અને હિન્દી મનોરંજન જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના સહકાર્યકરો અને ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અહેવાલો અનુસાર સચિન ચાંદવાડે 23 ઓક્ટોબરના રોજ જલગાંવના પરોલા સ્થિત તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા. તેમના પરિવારજનોએ તેમને લટકતા જોતા જ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા.
- ડોક્ટરો બચાવી શક્યા નહીં
શરૂઆતમાં તેમને ઉદીરખેડા ગામની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને ધુલેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોના પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં. સચિનનું 24 ઓક્ટોબરના રોજ સવારે 1:30 વાગ્યે સારવાર દરમિયાન અવસાન થયું.



