જૂનાગઢમાં ખેડૂતને ભાજપનો સદસ્ય બનાવી દેવાયો છે. જેમાં રાશન લેવા ગયેલ ખેડૂતને ભાજપનો સદસ્ય બનાવ્યો છે. તેમાં રાશન લેવા ગયેલા ખેડૂતનો મોબાઈલ લઈ લીધો હતો. મોબાઈલ લઈ ભાજપના સદસ્ય બનાવી દીધા હતા. ખેડૂતને અજાણ રાખી OTP મેળવ્યાનો આક્ષેપ છે. ખેડૂતને મેસેજ મળ્યો ત્યારે ખબર પડી કે તે સદસ્ય બની ગયા હતા.
ખેડૂતે સદસ્યતા રદ કરવા ભાજપના કાર્યકરને ફોન કર્યો
ખેડૂતે સદસ્યતા રદ કરવા ભાજપના કાર્યકરને ફોન કર્યો હતો. સદસ્ય કેમ બનાવ્યા તેવા ખેડૂતે સવાલ ઉઠાવ્યા હતા. રાશન લેવા ગયેલ ખેડૂત ભાજપનો સદસ્ય બન્યો છે.તેમાં ખેડૂતને અજાણ રાખી ઓટીપી મેળવી લીધાનો આક્ષેપ થઇ રહ્યો છે. તેમાં રાશન લેવા ગયેલા ખેડૂતનો મોબાઇલ લઇ ભાજપના સદસ્ય બનાવી દીધા હતા. અજાણ રાખી ઓટીપી મેળવીને ભાજપનો સદસ્ય બનાવ્યો છે. ખેડૂતને જયારે મેસેજ મળ્યો તો તેમને ખ્યાલ આવ્યો કે તે ભાજપના સદસ્ય બની ગયા છે. સદસ્ય કેમ બનાવ્યાં તેવા સવાલ ઉઠાવી ખેડૂતે સદસ્યતા રદ કરવા જુનાગઢ ભાજપના કાર્યકરને અસંખ્ય ફોન કર્યા છે.
ભાજપ નેતા અને ખેડૂત જગમાલ ભાઈ વચ્ચે થયેલી વાતચીનો એક ઓડિયો પણ વાયરલ થયો
ગુજરાતમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ સભ્ય નોંધણીને લઈને અનેક વિવાદાસ્પદ કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર ભાજપનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. આ વખતે સસ્તું અનાજ લેવા ગયેલા ખેડૂતનો મોબાઈલ લઈને ભાજપનો સભ્ય બનાવતા ફરી એક વખત ભાજપનું સભ્ય અભિયાન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના ચર ગામના જગમાલ પીઠિયા નામના ખેડૂત રાશન લેવા ગયા હતા. તે દરમિયાન ખેડૂતનો મોબાઈલ લઈ ભાજપનો સભ્ય બનાવી દીધો હતો. ખેડૂત જગમાલ ભાઈને મેસેજ મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો હતો કે તે ભાજપનો સભ્ય બની ગયો છે. આ પછી ખેડૂતે પોતાની સદસ્યતા રદ કરવા માટે ભાજપ કાર્યકરને અનેક ફોન કર્યા હતા. ભાજપ નેતા અને ખેડૂત જગમાલ ભાઈ વચ્ચે થયેલી વાતચીનો એક ઓડિયો પણ વાયરલ થયો છે.
Source link