એન્ટરટેઇનમેન્ટ

Kay Kay Menon News: ‘મારા વીડિયોનો ઉપયોગ પૂછ્યા વિના કરવામાં આવ્યો’, કેકે મેનને કોંગ્રેસના ‘વોટ ચોરી’ અભિયાન સાથેના સંબંધ બાબતે આપ્યું નિવેદન

અભિનેતા કેકે મેનને કોંગ્રેસના ‘વોટ ચોરી’ અભિયાનમાં પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમની સ્પેશિયલ ઓપ્સ વેબ સિરીઝના પ્રમોશનલ વીડિયોમાંથી એક ક્લિપનો ઉપયોગ કર્યો છે. તે પણ તેમની પરવાનગી વિના, જે બિલકુલ ખોટું છે.

ગઈકાલે કોંગ્રેસના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘વોટ ચોરી’ સંબંધિત એક એવેરનેસ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેકે મેનનનું પાત્ર હિંમત સિંહ, જે સ્પેશિયલ ઑપ્સમાં ગુપ્તચર અધિકારી છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં, કેકે લોકોને આ અભિયાનમાં જોડાવા માટે કહેતા જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે આ વીડિયો અભિનેતા સુધી પહોંચ્યો, ત્યારે તેણે તરત જ પ્રતિક્રિયા આપી. તેણે ટિપ્પણીમાં સ્પષ્ટતા કરી કે આ વીડિયો તેના શોના પ્રમોશન માટે છે અને રાજકીય પ્રમોશન માટે તેનો વિચાર પણ કરવામાં આવ્યો ન હતો.

અભિનેતાએ ઇનકાર કર્યો

કેકે મેનને લખ્યું, “કૃપા કરીને નોંધ લો કે મેં આ જાહેરાતમાં અભિનય કર્યો નથી. મારી સ્પેશિયલ ઓપ્સ પ્રમોશનલ ક્લિપને પરવાનગી વિના એડિટ કરીને ઉપયોગમાં લેવામાં આવી છે.” અભિનેતાના આ ઇનકાર પર યુઝર્સે મિક્ષ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કેટલાક કહી રહ્યા છે કે તે કોઈ મોટી વાત નથી અને તેને અવગણવી જોઈએ, જ્યારે અન્ય લોકો કહી રહ્યા છે કે કોઈ પાર્ટી કોઈ અભિનેતાના વીડિયોનો ઉપયોગ તેની પરવાનગી વિના કેવી રીતે કરી શકે છે.

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવીને આ ‘વોટ ચોરી’ ઝુંબેશને વધુ તીવ્ર બનાવી રહી છે. પાર્ટીએ એક વેબસાઇટ પણ શરૂ કરી છે જ્યાં લોકો ચૂંટણી પંચ પાસેથી જવાબદારીની માંગ કરી શકે છે. અને ડિજિટલ મતદાર યાદીને જાહેર કરવાની માંગ કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button