GUJARAT

Kutch: હજુ પણ 294 ગામમાં અંધારપટ, મુન્દ્રામાં 66KVનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ

  • ભુજ સર્કલના 742માંથી 294 ગામોમાં વીજ પુરવઠો બંધ
  • 629 થાંભલાઓ, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા, 150 જેટલા ઉદ્યોગોને અસર
  • PGVCLની 41 ટીમો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં લાગી

કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર તળે હજુ પણ જિલ્લાના 294 ગામમાં અંધારપટ છવાયેલું છે. મુન્દ્રામાં 66 કેવીનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થતાં 150 જેટલા ઉદ્યોગોને મોટી અસર પડી છે.

294 ગામોમાં હજુ પણ વીજપુરવઠો બંધ હાલતમાં

ભુજ PGVCL સર્કલના 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજપુરવઠો બંધ હાલતમાં છે અને લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર બન્યા છે. 629 જેટલા થાંભલાઓ પડી ગયા છે અને 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે. મુન્દ્રા તાલુકાના નાના કપાયા, પ્રતાપપર, નાના બોરાણા , વાંઢ ગામોમાં ઉદ્યોગોમાં વીજ પુરવઠો બંધ હાલતમાં છે, જેના કારણે મોટુ નુકસાન ભોગવવાનો વારો માલિકોને આવ્યો છે.

છેલ્લા બે દિવસથી આ 66 કેવીનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ

તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી આ 66 કેવીનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે અને હાલમાં યુદ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલ કચેરીની 84 ટીમ, 10 ટીમ ઉત્તર ગુજરાતની, 10 ટીમ ભાવનગરથી, 10 ટીમ સુરેન્દ્રનગરથી મળીને અન્ય કુલ 41 ટીમ બહારની મળીને વીજપુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી કરી રહી છે.

કચ્છના માંડવી બીચ પર વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો

કચ્છના માંડવી બીચ પર વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માંડવી બીચ પર દુકાનો સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે અને ભારે વરસાદથી ખાણીપીણીની દુકાનો તબાહ થઈ ગઈ છે. ભારે વરસાદથી રેકડીઓ, દુકાનો પાણીમાં વહી ગઈ છે. નાના ધંધાર્થીઓની રેકડીઓ, કેબિનો પણ પાણીમાં વહી ગઈ છે અને માંડવી બીચ ખાતેના ધંધાર્થીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વરસાદે વિરામ લેતા લોકોની અવરજવર ચાલુ થઈ

તમને જણાવી દઈએ કે માંડવી કચ્છનું જનજીવન થાળે પડી ગયું છે. છેલ્લા 24કલાકથી વરસાદે વિરામ લેતા લોકોની અવરજવર ચાલુ થઈ છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં હજૂ પાણી ઘરોમાં ભરાયેલા છે. જો કે ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં ભારે નુકસાન લોકોને થયુ છે અને ઘણા વિસ્તારમાં પણ ઘરવખરી પણ પલળી ગઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button