Banaskanthaમાં ઈતિહાસની સૌથી મોટી LCB કાર્યવાહી, 1.66 કરોડના દારૂનો જથ્થો જપ્ત

બનાસકાંઠા જિલ્લામાં LCB દ્વારા ક્યારેય ન જોઈ હોય તેવી મોટી દારૂ વિરોધી કામગીરી હાથ ધરાઈ છે. ક્યુંવાલાડા નજીક કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 1.66 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપાઈ ગયો, જે રાજ્ય પોલીસ માટે એક નોંધપાત્ર સફળતા તરીકે નોંધાઈ રહી છે.
- કુલ 890 પેટી જેમાં 23,208 બોટલ દારૂ હતી
માહિતી મુજબ, કુલ 890 પેટી જેમાં 23,208 બોટલ દારૂ હતી, તે તમામ જપ્ત કરવામાં આવી છે. દારૂ ભરેલી ટ્રક વ્હાઇટ પાવડરના ઢગલામાં છુપાવી દીધી હતી, જે તપાસ દરમિયાન ખુલાસો થયો. આ રેડ દરમિયાન બે આરોપીઓ ઝડપાયા,
જેમાં ટ્રક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. તેમને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો. LCB દ્વારા જણાવાયું કે ઝડપાયેલી દારૂની કુલ કિંમત લગભગ 1,66,76,848 રૂપિયા છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે આ દારૂ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં વિતરણ માટે લાવવામાં આવી હતી. વધુ સંડોવાયેલા લોકોની ઓળખ માટે તપાસ ચાલુ છે.