અર્જુનનું ઝાડ આયુર્વેદમાં એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે માનવામાં આવે છે અને તેની છાલના અનેક આરોગ્ય લાભ છે. ચાલો તમને જણાવીએ કે, અર્જુન છાલના શું શું ફાયદા છે?
- અનેક બીમારીઓથી મળશે રાહત
આયુર્વેદમાં અર્જુનના ઝાડનો ઉપયોગ ઔષધિ રૂપે કરવામાં આવે છે. તેની છાલ ખાસ કરીને શિયાળામાં કોઈ ચમત્કાર કરતાં ઓછું કામ કરતી નથી. શિયાળાની ઋતુમાં થતી અનેક બીમારીઓથી રાહત મેળવવામાં આ છાલ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
- પોષકતત્વોથી ભરપૂર
અર્જુનના છોડની છાલમાં એન્ટી-ઇસ્કેમિક, એન્ટી-ઑક્સિડન્ટ, હાયપોલિપિડેમિક અને એન્ટી-ઍથેરોજેનિક ગુણો સાથે સાથે ટેનિન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્ત્વો આપણા શરીર માટે કોઈ આશીર્વાદ કરતાં ઓછા નથી. તે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જાણી લો અર્જુન છાલના 5 ચમત્કારીક ફાયદા વિષે.
- હૃદયના આરોગ્ય માટે
અર્જુન છાલ હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હાર્ટબીટને નિયમિત રાખવામાં સહાય કરે છે. તેના સેવનથી હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાર્ટ એટેક જેવી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે.
- કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદરૂપ
અર્જુન છાલ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તેની મહત્વની ભૂમિકા છે. તે ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર પણ ઘટાડે છે, જે હૃદયની સમસ્યાઓથી રક્ષણ આપે છે.
- પાચનતંત્ર માટે લાભદાયક
અર્જુન છાલ અપછો, પેટમાં ભારેપણું અને ગેસ જેવી પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. તે પેટની દિવાલોને મજબૂત બનાવે છે અને પાચનક્રિયાને સુધારે છે, જેના કારણે પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
- હાડકાં માટે ફાયદાકારક
અર્જુન છાલમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઑક્સિડન્ટ ગુણો હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવે છે. તે આર્થરાઇટિસ અને ઢીંચણના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
- ચામડીના રોગોમાં ઉપયોગી
અર્જુન છાલ ચામડીની અનેક સમસ્યાઓ જેમ કે એકઝીમા, સોરાયસિસ, અને અન્ય સ્કિન ઇન્ફેક્શનમાં રાહત આપે છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો ચામડી પર થનારા ચેપને અટકાવે છે અને ચામડીને સ્વસ્થ અને સોફ્ટ રાખે છે.
- નિષ્ણાતની સલાહ લેવી જરૂરી
અર્જુન છાલને યોગ્ય રીતે અને નિષ્ણાતની સલાહથી લેવાથી શરીરને અંદરથી મજબૂતી મળે છે અને અનેક રોગોથી બચાવ થાય છે.



Leave a Comment