શિયાળામાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ચ્યવનપ્રાશ ઉત્તમ માનવામાં આવે છે. બજારમાં મળતા પ્રોડક્ટ્સમાં ભેળસેળની શક્યતા હોય છે, તેથી ઘરે બનાવેલ ચ્યવનપ્રાશ વધુ સુરક્ષિત અને પૌષ્ટિક છે. થોડા સરળ ઘટકોના ઉપયોગથી તમે ઘરે જ ટેસી અને હેલ્ધી ચ્યવનપ્રાશ તૈયાર કરી શકો છો.
જરૂરી સામગ્રી
આમળા – 1 કિલો
દેશી ઘી – ½ કપ
તલનું તેલ – ½ કપ
ગોળ/ખાંડ – 700–800 ગ્રામ
મધ – મિશ્રણ ઠંડું થયા પછી 1–1.5 ચમચી
અશ્વગંધા, સુંઠ, પિપ્પળી, તજ, ઈલાયચી, લવિંગ, મુલેઠી સહિતના મસાલા થોડુંક કેસર
કેવી રીતે બનાવશો?
આમળાને કુકરમાં ઉકાળીને તેનો પલ્પ બનાવી લો. પછી ઘી અને તલના તેલમાં આ મિશ્રણને ધીમે તાપે 15–20 મિનિટ શેકો. ગોળની હળવી ચાસણી બનાવી તેમાં ઉમેરો. તૈયાર મસાલાનો પાઉડર મિશ્રણમાં ભેળવો અને 10–15 મિનિટ રાંધો. ઠંડું થાય પછી મધ ઉમેરો.
સ્ટોર કરવાની રીત
ચ્યવનપ્રાશને સ્વચ્છ કાચની બોટલમાં રાખો. ફ્રિજમાં રાખવાની જરૂર નથી — રૂમ ટેમ્પરેચર પર લાંબા સમય સુધી તાજું રહે છે.
શિયાળામાં ઘરેલું ચ્યવનપ્રાશ શરીરને ગરમ રાખે છે, ઈમ્યુનિટી વધારે છે અને સામાન્ય ઈન્ફેક્શનથી બચાવે છે. આરોગ્ય માટે આ સંપૂર્ણ અને શુદ્ધ વિકલ્પ છે.



Leave a Comment