ખાધા વગર પણ પેટ ફૂલેલું રહે છે. તેના મુખ્ય કારણો, ગેસ, એસિડિટી અને બ્લોટિંગ છે. ડૉક્ટરની દવાઓથી થોડા સમય માટે રાહત મળે છે,
પરંતુ ફરી એ જ સમસ્યા પાછી આવી જાય છે. ક્યારેક તો સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે પેટ ફૂલવાને કારણે ઊલટી જેવુ અનુભવાય છે. જો તમને પણ આવી સમસ્યા છે તો જાણી લો આયુર્વેદિક અને દેશી ચૂર્ણ બનાવવાની રીત.
- પેટ ફૂલતું હોય તો ઘરે જ બનાવો આ ચૂર્ણ
- આ ચૂર્ણ બનાવવા માટે આટલી સામગ્રી લો:
મેથીના દાણા: 20 ગ્રામ
અજમો: 20 ગ્રામ
જીરું: 20 ગ્રામ
વરિયાળી: 20 ગ્રામ
- આ રીતે બનાવો આયુર્વેદિક ચૂર્ણ
સૌ પ્રથમ જીરું, અજમો અને મેથીને અલગ-અલગ વાસણમાં રાખીને લીંબુના રસમાં 24 કલાક માટે ભીંજવી દો. પછીના દિવસે આ બધું પલાળેલું મિશ્રણ થાળીમાં પાથરીને સુકવવા દો. જ્યારે એ થોડું સુકાઈ જાય, ત્યારે તેને તવામાં શેકી લો.
હવે આ બધું મિક્સરમાં નાખીને ચૂર્ણ બનાવી લો. પછી તેમાં 20 ગ્રામ કાળું મીઠું ઉમેરી દો અને બધું સારી રીતે મિક્સ કરી લો. આ ચૂર્ણને કાચની બરણીમાં ભરીને ઉપયોગમાં લો.
- ચૂર્ણ ખાવાની રીત
રોજ રાત્રે જમ્યા પછી 1 ચમચી આ ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લો.
સવારે જમ્યા પછી પણ 1 ચમચી ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લઈ શકાય છે.
થોડાં જ દિવસોમાં તમારું પેટ ફૂલવાનું બંધ થઈ જશે.
નિયમિત રીતે ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ દૂર થઈ જશે.
- આ ચૂર્ણ ખાવાના લાભ
જો તમે તેને રોજ ખાવાની આદત બનાવી લેશો, તો તમારું પેટ સાફ રહેશે અને ભૂખ પણ સારી લાગશે. બાળકો હોય કે મોટા સૌ કોઈ આ ચૂર્ણ સરળતાથી લઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આના ફક્ત ફાયદા જ છે. દવાની જેમ કોઈ સાઇડ ઇફેક્ટ નથી.



Leave a Comment