HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

weather : શિયાળામાં સાંધાનો દુઃખાવો? આ સરળ ટીપ્સથી મળશે રાહત

Avatar photo
Updated: 20-11-2025, 05.35 AM

Follow us:

weather : શિયાળાના દિવસોમાં સાંધાનો દુઃખાવો વધવો ખૂબ સામાન્ય છે. ઠંડીમાં નસો સંકોચાય જાય છે અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે, જેના કારણે ઘૂંટણ, કમર અને ખભામાં દુખાવો અનુભવાય છે. ચાલો જાણીએ નિષ્ણાતો દ્વારા જણાવાયેલા કેટલાક સરળ વિન્ટર ટીપ્સ.

  • શિયાળામાં સાંધાનો દુખાવો થવાનું કારણ

શિયાળાની શરૂઆત થતાં જ સૌથી પહેલો પ્રભાવ આપણા સાંધા પર જોવા મળે છે. શરૂઆતમાં હળવો દુખાઓ થાય છે, પરંતુ ધીમે-ધીમે ઘૂંટણ, કમર, ખભા અને જૂની ઈજા વાળા ભાગોમાં દુઃખાવો થવા લાગે છે. ઘણા લોકો તેને ઉંમર કે કમજોરી કહે છે, પરંતુ તેની પાછળનું કારણ અલગ છે. ઠંડી વધે ત્યારે શરીરની નસો સંકોચાઈ જાય છે અને બ્લડ ફ્લો ધીમો થઈ જાય છે. જ્યારે રક્તપ્રવાહ યોગ્ય રીતે ન પહોંચે, ત્યારે સાંધાની નરમાશ ઘટે છે અને તે કઠોર લાગવા લાગે છે.

  • સરળ અને ઉપયોગી ટીપ્સ

તાપમાન જેમ ઓછું થાય છે, મસલ્સ ટાઇટ થવા લાગે છે અને હળવો તણાવ પણ વધે છે. ઘણા લોકોનું કહેવું છે કે આખું શરીર જાણે ધીમે ધીમે જામી જાય છે અને ચાલવાની-ફરવાની ઈચ્છા પણ નથી થતી. જૂની ઈજા કે ફ્રેક્ચર વાળા ભાગો તો જાણે શિયાળાની જ રાહ જોતાં હોય. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો, તો અહીં આપેલ કેટલીક સરળ અને ઉપયોગી ટીપ્સ તમને શિયાળામાં ફિટ, એક્ટિવ અને દુઃખાવાથી મુક્ત રાખવામાં મદદ કરશે.

  • શરીરને ગરમ રાખો

શિયાળામાં શરીરને ગરમ રાખવું સૌથી જરૂરી છે. શિયાળામાં હંમેશા ગરમ કપડાં પહેરો જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે. ઘરે હોઈએ ત્યારે રજાઈ, ધાબળો અથવા હીટિંગ પેડનો ઉપયોગ કરો. તે સાંધાની જકડણ ઘટાડે છે. મોજાં, ટોપી અને ગ્લવ્સ જેવી નાની વસ્તુઓ પણ શરીરની ગરમી જાળવી રાખવામાં મદદ કરે છે. પ્રયત્ન કરો કે ઘરનાં રૂમ બહુ ઠંડા ન હોય, કારણ કે ઠંડી હવા સાંધાનો દુઃખાવો વધારી શકે છે.

  • હળવી કસરત કરો

શિયાળામાં ઘણા લોકો આળસના કારણે ઓછું ચાલે છે, જેનાથી દુઃખાવો વધી જાય છે. શરીરને સતત કામમાં રાખવાથી બ્લડ ફ્લો સારો રહે છે. સવારે હળવી સ્ટ્રેચિંગ, યોગા અથવા દિવસમાં ઝડપી ચાલવું ખૂબ ફાયદાકારક છે. કસરત કરતાં પહેલા હળવું વોર્મ-અપ કરો. લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેઠા ના રહો. વચ્ચે વચ્ચે ઊભા થઈ થોડું ચાલો.

  • યોગ્ય ખોરાક લો

શિયાળામાં એવા ખોરાક લો જે હાડકાં અને સાંધાને મજબૂત બનાવે. કૅલ્શિયમ, વિટામિન D અને ઓમેગા-3 વાળા ખોરાક જેમ કે દૂધ, દહીં, લીલી શાકભાજી, ઈંડા, માછલી, ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ ખાવા જોઈએ. શિયાળામાં તડકો ઓછો મળે છે, એટલે વિટામિન Dની ઉણપ થઈ શકે છે, જે સાંધાના દુઃખાવાનું મુખ્ય કારણ છે. શક્ય હોય તો સવારના તડકામાં બેસો અથવા ડોક્ટરથી સલાહ લઈને વિટામિન D સપ્લિમેન્ટ લઈ શકો છો. પાણી ઓછું ન પીવું જોઈએ, કારણ કે પાણીની ઉણપથી સાંધાના લ્યુબ્રિકેશન ઘટે છે અને દુઃખાવો વધે છે.

  • ગરમ શેક કરો

જો ઠંડીના કારણે સાંધામાં દુખાવો વધુ હોય તો ગરમ શેક ખૂબ ફાયદાકારક છે. હળવા ગરમ પાણીની બોટલ અથવા હીટિંગ પેડથી શેક કરવાથી મસલ્સને આરામ મળે છે અને બ્લડ ફ્લો વધે છે. ગરમ પાણીથી નાહવું પણ સાંધાની જકડણ ઓછી કરે છે. ધ્યાન રાખો કે શેક બહુ ગરમ ન હોય, નહીંતર ચામડીને નુકસાન થઈ શકે છે.

  • સાચી પોઝિશનમાં બેસો

શિયાળામાં લોકો ખૂબ જ ઝૂકીને અથવા સંકોચાઈને બેસે છે, જેનાથી કમર અને ગળા પર દબાણ વધે છે. આવી ખોટી બેસવાની પોઝિશનથી કરોડરજ્જુના હાડકાં પર તણાવ વધે છે અને દુઃખાવો વધી શકે છે. હંમેશા સીધી કમર સાથે બેસો અને પીઠને યોગ્ય સપોર્ટ આપો. મોબાઇલ કે લેપટોપ વાપરતાં વધારે ન ઝુકો. જો કામ ઘરેથી કરો તો ચેર અને ટેબલની ઊંચાઈ શરીરને અનુકૂળ હોય તેવી રાખો.

  • જૂની ઈજાનું ધ્યાન રાખો

જે લોકોને પહેલા ફ્રેક્ચર, લિગામેન્ટ ઈજા અથવા ઓપરેશન થયેલું હોય, તેમના માટે શિયાળો વધારે મુશ્કેલ હોઈ શકે છે. ઠંડીથી જૂના ઈજાના ભાગોમાં ખેંચાણ અનુભવાય છે અને દુઃખાવો પણ થાય છે. હળવી ફિઝિયોથેરાપી અથવા સ્ટ્રેચિંગ કરતા રહો. તેનાથી મસલ્સ એક્ટિવ રહે છે.

  • સવારે હળવી કસરત કરો

શિયાળાની સવારમાં શરીર જકડાય જાય છે. તેથી ઉઠતાં જ થોડું સ્ટ્રેચિંગ, હળવું ચાલવું અથવા ગરમ પાણીથી નાહવું, આ બધું સાંધાને નરમ કરે છે. તેનાથી આખો દિવસ શરીર હળવું અને એક્ટિવ લાગે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.