Limdi-Chuda highway પર ખાનગી લક્ઝરી બસ પલટી, 14 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

by

Thenewsdk

Updated: 07-11-2025, 08.09 AM

Follow us:

લીમડી-ચુડા હાઇવે પર તંત્રની બેદરકારી ફરી એકવાર ભારે પડી છે. હાઇવે ઉપર પડેલા ખાડાઓને કારણે રોજ વાહનચાલકો હાલાકી અનુભવી રહ્યા છે, અને અનેક રજૂઆતો છતાં પણ તંત્રના કાન પર જું રેંગતી નથી.

આ બેદરકારીનો તાજેતરનો દાખલો ગુરુવારે સામે આવ્યો, જ્યારે ચુડા રેલવે સ્ટેશનથી ગામ તરફ જતી ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા 14 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા.

  • ખાડામાં પલટી મારી ગઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ ચુડા રેલવે સ્ટેશનથી ગામ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક રોડ પર એક પશુ આવી જતા ડ્રાઇવરે બસનો કાબુ ગુમાવ્યો. સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા બસ સીધી રસ્તાની સાઇડમાં ઉતરી અને ખાડામાં પલટી મારી ગઈ.

આ બસમાં કુલ 25 થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો અચાનક બન્યો કે મુસાફરોમાં હાહાકાર મચી ગયો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કાર્યમાં જોડાયા હતા.

  • સારવાર આપી રજા આપવામાં આવી

સ્થાનિકોએ ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદથી ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં 14 લોકોને ગંભીરથી મધ્યમ ઈજાઓ પહોંચી હોવાનું તબીબોએ જણાવ્યું છે.

અન્ય મુસાફરોને નાની ઈજાઓ પહોંચી છે અને તેમને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની ચુડા સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.