ઇન્સ્ટાગ્રામ પર હવે લાઇવ ફીચર દરેકને નહીં મળે, જુઓ કોણ ઉપયોગ કરી શકશે…

ઇન્સ્ટાગ્રામે પોતાના લાઇવ સ્ટ્રીમિંગ ફીચરમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે ફક્ત તેવા યુઝર્સ જ લાઇવ જઈ શકશે જેમના ફોલોઅર્સની સંખ્યા ઓછામાં ઓછી 1,000 છે. જે યુઝર્સ આ લિમિટ હેઠળ આવે છે,
તેઓ હજુ પણ વીડિયો કોલ જેવી સુવિધાનો ઉપયોગ કરી શકશે, પરંતુ લાઇવ ફીચર માટે પ્રતિબંધ લાગુ પડ્યો છે. આ ફેરફાર ડાયરેક્ટ મેસેજ અને બ્લોકિંગ સંબંધિત નવા નિયમો પછી કરવામાં આવ્યો છે.
નાના ક્રિએટર્સ માટે પડકારજનક સ્થિતિ
આ નવા નિયમથી ખાસ કરીને નાના કન્ટેન્ટ ક્રિએટર્સને અસર થશે, કારણ કે તેઓ લાઇવ દ્વારા ઓડિયન્સ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. હવે તેમને લાઇવ માટે પહેલા 1,000 ફોલોઅર્સ સુધી પહોંચવું પડશે.
ઇન્સ્ટાગ્રામે આ બદલાવનું કોઈ સ્પષ્ટ કારણ જાહેર કર્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સર્વર પરનો ભાર ઘટાડવો અને ડેટા મેનેજમેન્ટ સરળ બનાવવા માટે આ પગલું ભરાયું છે.
અશોભનિય કન્ટેન્ટ રોકવા માટે પ્રયાસ
ઘણા યુઝર્સ માને છે કે આ બદલાવ ચિંતાજનક અને અયોગ્ય કન્ટેન્ટને રોકવા માટે પણ લાગુ કર્યો છે. જો કોઈ યુઝર લાઇવ દરમિયાન અવિચ્છિન્ન કન્ટેન્ટ શેર કરે છે, તો તેના માટે ફરીથી 1,000 ફોલોઅર્સ પૂરાં કર્યા વગર લાઇવ નહીં જઈ શકાય. આ નીતિ દ્વારા યુઝર્સને વધુ જવાબદારીપૂર્વક ફીચરનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
અન્ય પ્લેટફોર્મ સાથે સરખામણી અને સુરક્ષા ફીચરો
યૂટ્યુબ અને ટિકટોક જેવી અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લાઇવ માટે નિશ્ચિત મર્યાદા છે. ટિકટોક પર લાઇવ માટે પણ 1,000 ફોલોઅર્સની જરૂર પડે છે, જ્યારે યૂટ્યુબ પર 50 સબ્સ્ક્રાઇબર્સની જરૂરિયાત છે. સાથે જ, ઇન્સ્ટાગ્રામે ટીનએજર માટે નવી મેસેજિંગ સલામતી સુવિધાઓ પણ શરૂ કરી છે.
હવે ટીન યુઝર્સ મેસેજ કરતી વખતે સલાહો મળશે અને મેસેજ કરનાર યુઝરનું એકાઉન્ટ ક્યારે બનાવાયું છે તે દેખાવા લાગશે, જેથી શંકાસ્પદ એકાઉન્ટને ઓળખવી સરળ બને.