ઉત્તરપ્રદેશના ઝાંસી જિલ્લાની મહારામી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નવજાત બાળકો માટેના ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં ભીષણ આગ લાગવાના કારણે 10 નવજાત બાળકોનાં સળગી જવાના કારણે અને શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયાં હતાં. જે વોર્ડમાં આગ લાગી હતી તે વોર્ડમાં 55 નવજાત બાળકો ભરતી હતા. 45 બાળકોને જેમ તેમ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હોસ્પિટલમાં આકસ્મિક આગને બૂઝાવવા માટેના સિલિન્ડર્સ એક્સ્પાયર થઈ ગયેલા હતા તેને કારણે આ સિલિન્ડરની મદદથી આગ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળતા મળી હતી.
ઝાંસી મેડિકલ કોલેજમાં આગથી બચાવ માટે લગાવવામાં આવેલા ફાયર ઇન્ટિગ્યૂશર પુરાવા આપી રહ્યા છે કે તેમાના કોઈ બે વર્ષ અગાઉ તો કેટલાક એક વર્ષ અગાઉ એક્સ્પાયર થઈ ગયા હતા. તેને કારણે આ સિલિન્ડર્સ આગ ઓલવવામાં નિષ્ફળ રહ્યા હતાં. તેમાંના એક સિલિન્ડર પર તો ફિટિંગ ડેટ 2019ની છે એટલે કે તે 2020માં જ એક્સ્પાયર થઈ ગયું હતું.
ફાયર સેફ્ટી એલાર્મ વાગી જ નહીં
અહેવાલો અનુસાર નવજાત બાળકો માટેના ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં આગથી બચાવ માટે એલાર્મ સિસ્ટમ પણ લગાવવામાં આવી હતી. જો કે આગ લાગી ત્યારે ફાયર સેફ્ટી એલાર્મ વાગી જ ન હતી. ઘટનાને નજરે નિહાળનારા લોકોના જણાવ્યા અનુસાર ધુમાડો ફેલાયા બાદ ચારે તરફ ચીસાચીસ થઈ ગઈ હતી. જો એલાર્મ વાગી હોત તો બચાવ કામગીરી વહેલી શરૂ થઈ શકી હોત.
Source link