મહારાષ્ટ્રના હિંગોલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હેલિકોપ્ટરની તલાશી લેવાનો મામલો સામે આવ્યો છે. ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડે અમિત શાહની બેગ અને હેલિકોપ્ટરની તલાશી લીધી હતી.
આ માહિતી ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાને જ આપી હતી. અમિત શાહે એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કરતાં લખ્યું હતું કે આજે મહારાષ્ટ્રની હિંગોલી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટમી પંચના અધિકારીઓએ મારા હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. ભાજપ નિષ્પક્ષ ચૂંટણી અને સ્વસ્થ ચૂટણી વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે અને માનનીય ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરે છે.
અમિત શાહે જણાવ્યું હતું કે આપણે બધાએ નિષ્પક્ષ ચૂંટણી પ્રણાલીમાં યોગદાન આપવું જોઈએ.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ લોકસભાની 2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ અમિત શાહના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. ચૂંટણી પંચે આ કામગીરી બિહારના કટિયારમાં કરી હતી. અત્રે નોંધનીય છે કે ગત 12 નવેમ્બરે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેની બેગની ફરીવાર તલાશી લેવામાં આવતાં તેને પગલે વિવાદ ઊભો થયો હતો.
Source link