Maheshana SOGનું ઓપરેશન: ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સ ઝડપાતા Arms Act હેઠળ ગુનો નોંધાયો

મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના દેદીયાસણ ગામની સીમમાંથી
SOGની ટીમે એક ઈસમને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે વોચ ગોઠવી આ શખ્સને બંદૂક નંગ-1 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
કાયદેસરનું પાસ કે પરમીટ નહોતું
પોલીસ દ્વારા પકડાયેલા આ ઈસમની પૂછપરછ અને તપાસ કરતાં માલુમ પડ્યું કે તેની પાસે આ હથિયાર રાખવા માટે કોઈપણ પ્રકારનું કાયદેસરનું પાસ કે પરમીટ નહોતું. જાહેર શાંતિ અને સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરનારા આ ગેરકાયદેસર હથિયારને પોલીસે જપ્ત કરી લીધું હતું.
SOGની ટીમે બંદૂક સાથે ઝડપાયેલા આ આરોપી સામે હથિયાર અધિનિયમ (Arms Act) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના દ્વારા હથિયારની ગેરકાયદેસર હેરાફેરીના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.