મહીસાગર જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના પાક પર મોટો દરોડો – કરોડો રૂપિયાનું જથ્થું જપ્ત

by

Thenewsdk

Updated: 12-12-2025, 01.44 PM

Follow us:

Mahisagar News: મહીસાગર જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર નશીલા પદાર્થો સામેની મોટી કાર્યવાહી કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામે ખેતરમાં એરંડાના પાકની આડમાં છુપાવીને વાવવામાં આવેલા 473.960 કિલો ગાંજાના 258 છોડ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપી પાડેલા આ મુદ્દામાલની બજાર કિંમત આશરે ₹2,36,98,000 જેટલી થતી હોવાનું પોલીસે જણાવ્યું છે.

ડ્રગ્સ વિરુદ્ધ ચાલતી વિશેષ ઝુંબેશ બાદ ટાઉન પીઆઈ એ.એન. નિનામાને ચોક્કસ બાતમી મળી હતી કે ખેતરમાં મોટા પાયે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર થયું છે. બાતમીના આધારે તાત્કાલિક દરોડો પાડતા એરંડાના પાક વચ્ચે વ્યવસ્થિત રીતે છુપાવાયેલું ગાંજાનું વાવેતર બહાર આવ્યું.

પોલીસે આ કેસમાં વાઘજી શીવાભાઈ પરમારની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આટલા મોટા પાયે ગાંજાનું વાવેતર પાછળ કોણ છે, નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને જથ્થો કોને સપ્લાય થવાનો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.