NATIONAL

Puneમાં ગ્લાસ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના..! ટ્રકમાંથી બોક્સ ઉતારતી વખતે 4ના મોત

મહારાષ્ટ્રના પુણેમાં એક કારખાનામાં દુર્ઘટનામાં ચાર કામદારોના મોત થયા છે. આ કારખાનામાં અરીસાનું કામ થતું હતું. રવિવારે પણ ટ્રકોમાંથી કાચ ભરેલા બોક્સ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક બોક્સ નીચે પડ્યા હતા. આ બોક્સ નીચે કામ કરતા મજૂરો દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર મજૂરોના મોત થયા છે. હોસ્પિટલમાં એક વ્યક્તિની હાલત નાજુક છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ગ્લાસ ઈન્ડિયા કંપનીમાં બની દુર્ઘટના

મળતી માહિતી મુજબ આ દુર્ઘટના પૂણેના યેલવેવાડીમાં આવેલી ગ્લાસ ઈન્ડિયા કંપનીમાં બની છે. અહીં રવિવારે બપોરે 1.30 વાગ્યાના સુમારે કેટલાક કામદારો ટ્રકમાંથી કાચ ભરેલા બોક્સ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક 4 કાચની પેટીઓ નીચે પડ્યા હતા. આ બોક્સ ખૂબ ભારે હતા જેના કારણે 6 મજૂરો તેની નીચે દટાયા હતા. ત્યાં હાજર અન્ય કામદારોએ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જ્યારબાદ ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

6 કામદારો દટાયા

ફાયર વિભાગના કોંઢવા સ્ટેશન ઓફિસર સમીર શેખે જણાવ્યું હતું કે, તેમને બપોરે યેવલેવાડી વિસ્તારમાં એક ફેક્ટરીમાં દુર્ઘટનાની માહિતી મળી હતી. તેમની ટીમ તરત જ ત્યાં પહોંચી ગઈ અને બોક્સની નીચેથી લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ઘણી મહેનત બાદ બોક્સની નીચેથી 6 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 4 બેભાન થઈ ગયા હતા. તમામ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

4ના કામદારોના મોત, એક ગંભીર

હોસ્પિટલમાં ડોક્ટરે 4 મજૂરોને મૃત જાહેર કર્યા છે. એક મજૂરની હાલત હજુ પણ નાજુક છે. મૃતકોની ઓળખ રામચંદ્ર કુમાર, ધર્મેન્દ્ર સત્યપાલ કુમાર, વિકાસ પ્રસાદ ગૌતમ, અમિત શિવશંકર કુમાર તરીકે થઈ છે. આ દુર્ઘટનામાં મોનેસર કોલી અને જગતપાલ સંતરામ કુમાર ઘાયલ થયા છે. યેવલેવાડી વિસ્તારમાં ઘણી કંપનીઓ છે. આમાંની ઘણી કંપનીઓ લાઇસન્સ વિના ચાલી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button