NATIONAL

Mamata Banerjeeએ વડાપ્રધાનને પત્ર લખી બળાત્કારને લઈ કડક કાયદો બનાવવા કરી માગ

  • કોલકતાની ઘટનાને લઈ CM મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખ્યો પત્ર
  • મમતા બેનર્જી બળાત્કારને લઈને કડક કાયદો બનાવવાની માંગ કરી
  • કોલકતામાં ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહી

કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાને લઈ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન પાસે બળાત્કારને લઈને કડક કાયદો બનાવવાની માંગ કરી છે.

ડૉક્ટર દુષ્કર્મ-હત્યા કેસને લઇ CBIએ SCમાં કર્યો દાવો

કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા કેસની તપાસ કરી રહેલી CBIએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે ઘટનાસ્થળને નુકસાન થયું હતું અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. કોલકાતાના ડૉક્ટર દુષ્કર્મ-હત્યા કેસની તપાસ કરી રહેલી CBIએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે ઘટનાસ્થળને નુકસાન થયું હતું અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. CBIની આ દલીલનો પશ્ચિમ બંગાળ સરકારના વકીલે વિરોધ કર્યો હતો. જ્યારે કોર્ટે CBIને પૂછ્યું કે, મેડિકલ તપાસ રિપોર્ટ ક્યાં છે તો CBIએ કહ્યું કે, અમારી સમસ્યા એ છે કે અમને આ ઘટનાના 5 દિવસ પછી તપાસ મળી.

ઘટના સ્થળને નુકસાન થયું હતું અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ

CJIએ પૂછ્યું કે, આરોપીનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે. તેના પર CBIના વકીલ સોલિસિટર જનરલે કહ્યું કે, અમને આ આપવામાં આવ્યું નથી. તેના પર બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ કેસ ડાયરીનો ભાગ છે અને તેને રજૂ કરવામાં આવ્યો છે. એસજીએ કહ્યું કે, અમે 5માં દિવસે ક્રાઈમ સીનમાં પ્રવેશ્યા છીએ અને CBI તપાસ શરૂ કરવી એક પડકાર છે અને ક્રાઈમ સીન બદલવામાં આવ્યો છે. સિબ્બલે કહ્યું કે, આ જપ્તીનો મેમો છે. બિનજરૂરી આક્ષેપો ન કરો.

કોલકાતા ડૉક્ટર દુષ્કર્મ-હત્યા કેસની SCમાં સુનાવણી

કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને લોકોમાં ગુસ્સો છે. આ કેસમાં આરોપીઓથી લઈને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સુધી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈએ આજે ​​સુપ્રીમ કોર્ટમાં આ કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે.

સીજેઆઇની અધ્યક્ષતા ધરાવતી 3 સભ્યોની બેંચ દ્વારા સુનાવણી

આ સાથે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી ડોકટરોને વચગાળાના રક્ષણની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પહેલા 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ આ કેસની સુનાવણી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button