રાજ્યના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં અરબ સાગરમાં બનેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
- અંબાલાલ પટેલની આગાહી
તેમણે જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના ભાગો, જેમ કે, અરવલ્લી, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જ્યાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ થઈ શકે છે.
- 7 નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવા શરૂ થશે
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, 7 નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવા શરૂ થશે, જે ખેતી માટે અનુકૂળ સાબિત થશે. હવામાનમાં ધીમે ધીમે સુધારો થવાની શક્યતા છે અને 10 નવેમ્બર સુધીમાં વરસાદથી રાહત મળી શકે.
તેમણે વધુમાં આગાહી કરી છે કે, 22 ડિસેમ્બરથી રાજ્યમાં આકરી ઠંડીનો પ્રારંભ થશે. એટલે કે, હવે ધીમે ધીમે વરસાદ ઘટીને ઠંડીનું આગમન શરૂ થશે. આ આગાહીથી ખેડૂતો અને સામાન્ય નાગરિકો બંને માટે મહત્વના સંકેત મળ્યા છે



Leave a Comment