અમદાવાદ શહેરમાં ફરી એક વખત નાબાલિક યુવતીઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. ચાંદખેડા વિસ્તારમાં બનેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. અહીં 13 વર્ષીય સગીરાને ડિલિવરી બોયએ છેતરપિંડીથી પોતાના જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે.
- શું છે સમગ્ર ઘટના?
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી જય પરમાર ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને અવારનવાર સગીરાની સોસાયટીમાં સામાન પહોંચાડવા આવતો હતો. આ દરમિયાન તેની નજર સગીરા પર પડી હતી. સમય જતાં તેણે સગીરાને વાતચીતમાં ફસાવી પોતાના મોબાઇલ નંબર સાથેનો કાગળ આપ્યો હતો.
બાદમાં બંને વચ્ચે સોશિયલ મીડિયા પર સંપર્ક શરૂ થયો. એક દિવસ સગીરા ઘરમાંથી બહાર જવા બહાનું બતાવીને જયને મળવા પહોંચી હતી. આરોપીએ રિક્ષામાં બેસાડી તેને મહેમદપુર વિસ્તાર લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિના શારીરિક સંબંધ બાંધ્યો હતો.
- પોલીસ ફરિયાદ થતાં આરોપી ફરાર
ઘટના બાદ સગીરાએ હિંમત કરીને સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. પરિવારજનો તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસની કાર્યવાહી શરૂ થતા જ આરોપી ઉજ્જૈન ભાગી ગયો હતો, પરંતુ તપાસ દરમિયાન તે પરત ફરતા જ પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Leave a Comment