અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનનો બનાવ નોંધાયો હતો. નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીના પૂતળા પાસે BRTS કોરિડોર નજીક બેફામ દોડતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા પર સવાર બે યુવકોનું સ્થળ પર જ મોત થયું.
અકસ્માત બાદ ફરાર થયેલો આરોપી રોહન સોની ગઈકાલે (11 ઓગસ્ટ) સવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો. આજે (12 ઓગસ્ટ) તેને મેટ્રોપોલિટન કોર્ટમાં રજુ કરવામાં આવતાં પહેલાં આક્રોશિત લોકોએ કોર્ટ પરિસરમાં તેની ધોલાઈ કરી હતી. પોલીસે વચ્ચે પડીને આરોપીને સુરક્ષિત રીતે કોર્ટ સુધી પહોંચાડ્યો.
બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
રેસ લગાવવાના કારણે નહેરુનગરમાં અકસ્માત કરનાર રોહન સોનીને મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે 12 ઓગસ્ટ, 2025ના બપોર સુધી રહેશે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અશફાક અજમેરી અને અકરમ કુરેશી બંને જમાલપુરના રહેવાસી હતા.
રોહન સોની બીજી કાર સાથે રેસ કરી રહ્યો હતો
આ ઘટનાના CCTV ફૂટેજ પરથી દાવો છે કે રોહન સોની બીજી કાર સાથે રેસ કરી રહ્યો હતો, જેના પરિણામે આ દુર્ઘટના બની. જોકે પોલીસે હજી આ બાબતમાં સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ પુરાવા એકત્રિત કરી તપાસ માટે મોકલી આપ્યા છે.



Leave a Comment