Ahmedabad Crime News અમદાવાદ: શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા પર અમદાવાદ પોલીસે મોટું ઓપરેશન ચલાવ્યું. ઈસ્કોન–આંબલી રોડ પર આવેલા ‘ધ ઝીરો સ્પા’ અને આંબાવાડીના ‘લેમન આયુર્વેદિક સ્પા’ પર એકસાથે દરોડા પાડીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો.
સ્પેશિયલ ઇનપુટ મળ્યા પછી પોલીસે ડમી ગ્રાહક મોકલી ઓપરેશન ગોઠવ્યું. ધ ઝીરો સ્પાના રૂમમાં મહિલા અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળતા પોલીસએ મહિલા સંચાલિકા અને મેનેજરને તરત જ ધરપકડ કરી. અહીંથી રોકડ રકમ અને CCTV DVR સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે મહિલાઓને માસિક પગારના આધારે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો, અને સ્ટાફનું કોઈ પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નહોતું.
આંબાવાડીના લેમન આયુર્વેદિક સ્પામાં પણ સમાન સ્થિતિ જોવા મળી. કાઉન્ટરમાંથી ડમી ગ્રાહકને આપવામાં આવેલી નોટ મળી આવતા ગેરકાયદેસર ધંધાની પુષ્ટિ થઈ, સ્પાનો સંચાલક રેડ પહેલાં જ ફરાર થઈ ગયો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ ચલાવી રહી છે.
શહેરમાં આ કાર્યવાહી પોલીસની માનવ વણજ અને ગેરકાયદેસર દેહવ્યાપાર વિરુદ્ધની કડક નીતિને વધુ મજબૂત બનાવે છે.



Leave a Comment