પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં નરેશભાઈ ચૌહાણ અને તેમના પત્ની ભાવનાબેન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર બીજું કોઈ નહીં પણ તેમના જ જમાઈનો મોટો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
- અવારનવાર મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી
ઘાયલના પુત્ર સાગર ચૌહાણના જણાવ્યા અનુસાર, પૈસાની બાબતમાં જમાઈના મોટા ભાઈ દ્વારા અવારનવાર તેમના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. આ ધમકીઓ બાદ આજે આ માથાકૂટ હિંસક બની હતી, જેમાં હુમલાખોરે છરી વડે હુમલો કર્યો હતો.
- પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
હુમલામાં ઘાયલ થયેલા નરેશભાઈ ચૌહાણ અને ભાવનાબેનને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.



Leave a Comment