દાહોદ શહેરના યાદગાર ચોક ખાતે આવેલી SBI બેન્કની મુખ્ય શાખામાં 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદીની મદદથી 19 ઈસમોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓએ નકલી શિક્ષક, એસ.ટી ડ્રાઇવર બની બનાવટી પગાર સ્લિપ્સ તૈયાર કરી, રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમમાં નેટ સેલેરીને બદલે ગ્રોસ સેલેરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી હતી. લોનધારકોના ખાતા નોન-પરફોર્મિંગ એસેટ અથવા ઓવરડ્યુ હોવા છતાં પૂર્વ મંજૂરી નિરીક્ષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી.
પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
દાહોદ જિલ્લા નાયબ પોલીસ વડા જગદીશ ભંડારીના નેતૃત્વમાં તપાસ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં બ્રાન્ચ મેનેજરો ગુરમિત સિંહ બેદી, મનીષ ગવલે, રાજેશ મછાર, ભરત પારગી, સુભાષ તાવીયાડ, સંજીવ ડામોર અને એજન્ટ પ્રેમ શેખ સાથે કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.



Leave a Comment