ગુજરાતના ઐતિહાસિક શહેર ધોળાવીરા નજીક આજે નાનકડી તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. IMD દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ભૂકંપની તીવ્રતા 2.5 રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરા શહેરથી આશરે 22 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
- કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી
આ ઝટકો હળવી તીવ્રતાનો હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે સંપત્તિને મોટું નુકસાન નોંધાયું નથી. સ્થાનિક લોકોએ થોડોક સમય માટે હળવી ચકચાર અને ભયનો અનુભવ કર્યો હતો, પરંતુ થોડા જ સમયમાં પરિસ્થિતિ સામાન્ય બની ગઈ હતી.
- ભૂકંપ વિજ્ઞાનીઓએ શું કહ્યું?
ભૂકંપ વિજ્ઞાનીઓ જણાવે છે કે 2.5 રિક્ટર જેટલી તીવ્રતા ધરાવતા ભૂકંપો સામાન્ય રીતે નાના સ્તરના ભૂકંપ ગણાય છે અને તેનાથી ગંભીર નુકસાન થવાની શક્યતા નથી હોતી. આવા નાનાં ઝટકાઓને ભૂગર્ભમાં થતી સ્વાભાવિક ભૂગર્ભ સક્રિયતાનો એક ભાગ માનવામાં આવે છે.
સ્થાનિક તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને અનાવશ્યક ભય ન રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
- ભવિષ્યમાં નાના ઝટકાઓની શક્યતા
જાહેર વિજ્ઞાન અને હવામાન વિભાગે પણ જણવ્યું છે કે, ભવિષ્યમાં આવા નાના ઝટકાઓ થવાની શક્યતા રહેલી છે, તેથી સાવચેતી રાખવી અનિવાર્ય છે. સદભાગ્યે, ધોળાવીરા અને આસપાસના વિસ્તારોમાં આ ભૂકંપનો સામાન્ય જીવન પર કોઈ મોટો પ્રભાવ પડ્યો નથી. આ ઘટના એક હળવી ચેતવણીરૂપ બની રહી છે કે કુદરતી ઘટનાઓ સામે સાવધાની જ સૌથી સારી તૈયારી છે.
- આ પહેલા બનેલી ભૂકંપની ઘટનાઓ
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પાસે 17 સપ્ટેમ્બર, 2025ના રોજ 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુવાયો હતો.જેમાં કોઈ મોટું નુકસાનના થયું ના હતું.
આ સિવાય કચ્છમાં વર્ષ 1819, 1956 અને 2001માં ભૂકંપો આવેલા છે. જેને કચ્છની ધરતીને હચમચાવી નાખી હતી. વર્ષ 2001ના ભૂકંપ વખતે તો પુનર્વસન નીતિ ઘડવામાં આવી હતી.



Leave a Comment