ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. યાદીમાં અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રિવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા છે.
ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે 11:30 કલાકે શપથ લેશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા પણ શપથ લેશે.
- કઈ જ્ઞાતિના કેટલા મંત્રી
- પાટીદાર-7
- ઓબીસી -8
- ક્ષત્રિય-2
- એસટી-4
- એસસી-3
અન્ય-2
- રિપીટ મંત્રી
- હર્ષ સંઘવી
- પ્રફુલ પાનસેરિયા
- ઋષિકેશ પટેલ
- કનુ દેસાઈ
- પુરુષોત્તમ સોલંકી
- કુંવરજી બાવળિયા
- નવા ચહેરા
- અર્જુન મોઢવાડિયા
- જીતુ વાધાણી
- કાંતિ અમૃતિયા
- કૌશિક વેકરીયા
- ત્રિકમ છાંગા
- રમેશ કટારા
- સ્વરૂપજી ઠાકોર
- પીસી બરંડા
- કમલેશ પટેલ
- રિવાબા જાડેજા
- જયરામ ગામીત
- નરેશ પટેલ
- ઈશ્વરસિંહ પટેલ
- દર્શનાબેન વાઘેલા
- પ્રદ્યુમન વાજા
- મનિષા વકીલ
- પ્રવિણ માળી
- સંજયસિંહ મહિડા
- રમણભાઈ સોલંકી
- રાજ્યપાલ શપથ લેવડાવશે, હાઇકમાન્ડ હાજર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
- નવા-જૂનાનો સમન્વય: ડેપ્યુટી CMની પણ ચર્ચા
સંભવિત મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના છે, જેમને નવા ચહેરાઓ સાથે સમાવી લેવાશે, જેનાથી મંત્રીમંડળનું કદ વધશે. લગભગ 10 જેટલા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો પણ સમાવેશ થઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી. મંત્રીમંડળમાં સામેલ થનાર ધારાસભ્યોને ફોનના માધ્યમથી જાણકારી આપી દેવાઈ હોવાની પણ ચર્ચા છે.
- ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ
સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.



Leave a Comment