ગુજરાતમાં પાણીના વપરાશ અંગે થયેલા તાજેતરના અભ્યાસોએ આવનારા વર્ષોમાં રાજ્ય માટે ચિંતાજનક સંકેતો આપી દીધા છે. નર્મદાનું પાણી આજે કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચતું થયું છે,
છતાં પણ પીવાના અને ઔદ્યોગિક તેમજ કૃષિ ક્ષેત્ર માટે પાણીની જરૂરિયાત સતત વધી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલની ગતિએ પાણી વપરાય તો ગુજરાત આગામી સમયમાં ગંભીર જળસંકટનો સામનો કરી શકે છે.
- પાણીની કુલ માંગમાં વધારો થવાની શક્યતા
વિવિધ રિપોર્ટ અનુસાર આવતા પાંચ વર્ષમાં રાજ્યમાં પાણીની કુલ માંગમાં લગભગ 20થી 30 ટકાનો વધારો થવાની શક્યતા છે. વિશ્વના અનેક ભાગોમાં પાણીની કટોકટીના ઉદાહરણો જોવા મળી રહ્યા છે,
જેમાં તાજેતરમાં ઇરાનના તેહરાન શહેરમાં પાણીની અછતને કારણે લોકોએ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાય આવી છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સમયસર પગલાં લેવાની જરૂર છે.
- ભવિષ્ય માટે ચેતવણી
રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં ભૂગર્ભજળનો અતિશય વપરાશ થઈ રહ્યો છે. ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાતમાં દરવર્ષે આશરે 27.58 BCM જેટલું પાણી રિચાર્જ થાય છે, જ્યારે તેની સામે લગભગ 13.86 BCM પાણી ભૂગર્ભજળમાં ખેંચવામાં આવી રહ્યુ છે.
આ પ્રમાણે રાજ્ય કુલ 54 ટકા જેટલું પાણી ભૂગર્ભજળમાં ખેંચાઇ રહ્યું છે, જે ભવિષ્ય માટે અત્યંત જોખમી ગણાય છે. ભૂગર્ભજળની આવક અને જાવક વચ્ચેનું આ અસંતુલન લાંબા ગાળે જળસ્તર નીચે ધકેલી શકે છે,
જેનાથી ખેતી, પીવાના પાણીની વ્યવસ્થા અને ઉદ્યોગ, ત્રણે ક્ષેત્રો પર સીધી અસર પડશે.



Leave a Comment