HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ ખાબક્યો

Avatar photo
Updated: 29-07-2025, 07.38 AM

Follow us:

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવવાના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 3.23 ઈંચ, બોડેલીમા 2.99 ઈંચ, જાંબુઘોડામાં 2.56 ઈંચ, જેતપુર પાવીમાં 2.24 ઈંચ, સોનગઢમાં 2.24 ઈંચ, ગરબાડામાં 2.20 ઈંચ, ડોલવણમાં 2.05 ઈંચ અને સુરતમાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 34 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (29 જુલાઈ) વરસાદનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે. આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની આગાહી છે.

આ ઉપરાંત, આજે ગુજરાતમાં ક્યાંય પણ અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, આગામી 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જોકે, હવામાન વિભાગે 3 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

સાબરમતી નદીમાં પાણી છોડાયું

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. વરસાદી પાણીની આવક વધતાં સંત સરોવરમાંથી 10,400 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને તંત્રએ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે ન જવા માટે સૂચના આપી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.