આણંદ જિલ્લાના ખંભોળજ વિસ્તારમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 16 વર્ષીય સગીરાને એક મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
એક વર્ષથી ચાલતી આવી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વધુમાં, સગીરાના ભાઈના મિત્રે પણ આ કૃત્યમાં સહભાગી બની યુવતી પર નજર રાખી સહકાર આપ્યો હોવાનું ખુલ્યું છે.
- માનસિક રીતે ફસાવીને શારીરિક સંબંધ બનાવ્યા
પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ખંભોળજ પોલીસ મથકે POCSO (Protection of Children from Sexual Offences) એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સગીરાની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા પણ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે.
પરિવારના જણાવ્યા અનુસાર, યુવકે પ્રેમના બહાને સગીરાને માનસિક રીતે ફસાવીને શારીરિક સંબંધ બનાવ્યા હતા. યુવતી ગર્ભવતી થતા આરોપીએ દવાઓ આપી ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર બાબત ગુપ્ત રાખી. જ્યારે પરિવારને ઘટનાની જાણ થઈ, ત્યારબાદ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી.



Leave a Comment