મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આદિવાડા ગામના એક યુવક સાથે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. બેચરાજી પોલીસે આંતર જિલ્લા ‘LunteriDulhan’ ગેંગનો પર્દાફાશ કરી ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ ટોળકીએ માત્ર બેચરાજી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક યુવાનોને લગ્નની જાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.
- શું હતો સમગ્ર મામલો?
આદિવાડા ગામના 31 વર્ષીય સચિનભાઈ રાજેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર અમદાવાદની એક યુવતી સાથે તેમના લગ્ન થયા હતા. લગ્નના ચારેક દિવસ બાદ યુવતીના બનેવી તરીકે ઓળખ આપનાર રાજુ ઠક્કર ‘પિતા બીમાર છે’ તેમ કહીને યુવતીને લઈ ગયા હતા.
ત્યારબાદ યુવતી પરત ન ફરતા યુવાને છૂટાછેડાની વાત કરી હતી, જેના માટે આરોપીઓએ રૂ. 50 હજારની માંગણી કરી અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાં યુવક સાથે ગાળાગાળી કરી, છૂટાછેડા આપવાને બદલે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવી લીધા હતા.
આ ટોળકીએ યુવક પાસેથી રોકડ, દાગીના, મોબાઈલ અને કપડાં મળી કુલ રૂ. 11 લાખથી વધુની મત્તા પડાવી લીધી હતી, જે અંગે રૂ. 5.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.



Leave a Comment