HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ગુજરાતમાં રાજસ્થાનવાળી થતાં રહી ગઈ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ એકાએક ભડભડ સળગી ઉઠી

Avatar photo
Updated: 15-10-2025, 09.28 AM

Follow us:

ગુજરાતના નડિયાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહતી. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી.

  • જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.

  • બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ

આગ કયા કારણસર લાગી એ બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.