કડીના શુકન બંગ્લોઝમાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની 7 વર્ષીય દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન બાળકીની માતા ઘરના ધાબા પર સફાઈ કરવા માટે ગયા હતા. માતાની ગેરહાજરીમાં બાળકી અચાનક રમતા-રમતા ઘરના કબાટમાં સંતાઈ ગઈ, પરંતુ કમનસીબે કબાટ બંધ થઈ જતાં તે પુરાઈ રહી હતી.
- શ્વાસ રૂંધાવાથી બાળકીનું થયું મોત
કબાટમાં લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. ગૂંગળામણના કારણે બાળકીનો શ્વાસ રૂંધાઈ ગયો અને તે બેભાન થઈ ગઈ. જ્યારે માતા ધાબું સાફ કરીને નીચે આવ્યા અને ઘરમાં દીકરીને ન જોઈ, ત્યારે ગભરાઈને તેમણે બાળકીની શોધખોળ શરૂ કરી હતી.
- બેભાન હાલતમાં કબાટમાંથી મળી આવી
માતાએ ઘરના ખૂણે-ખૂણામાં તપાસ કર્યા બાદ જ્યારે કબાટ ખોલ્યું, તો દીકરી તેમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં દોડી ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત નીપજ્યું હતું. ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી.



Leave a Comment