રાજકોટમાં રહેતી 13 વર્ષની સગીરા છેલ્લા લગભગ બે મહિનાથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવકના સંપર્કમાં હતી. આ સંપર્ક દરમિયાન સગીરાની મિત્ર બનેલી સમીના નામની યુવતીએ આ સગીરાનો અન્ય યુવકો સાથે સંપર્ક કરાવ્યો હતો.
આ ગુનાહિત કાવતરાના ભાગરૂપે સગીરાને રાજકોટમાં આવેલા અટલ સરોવર પાસેના એક ફ્લેટમાં બોલાવવામાં આવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સિવાય જ્યારે સગીરા સમીનાના ઘરે ગઈ હતી ત્યારે સમીનાના ભાઈએ પણ સગીરા સાથે અડપલાં કર્યા હતા.
- છેલ્લા 2 મહિનાથી સગીરા યુવકના સંપર્કમાં હતી
સગીરા પર આચરવામાં આવેલા આ ઘૃણાસ્પદ કૃત્યની ફરિયાદ બાદ મોરબી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ જઘન્ય ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અને તેમાં મદદ કરનાર યુવતી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
- દુષ્કર્મમાં મદદ કરનાર યુવતી સહિત 4ની ધરપકડ
પોલીસે પોક્સો એક્ટઅને દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવામાં આવતી બેદરકારીનું આ પરિણામ છે, જેણે વાલીઓ અને સગીરોના સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતા ઊભી કરી છે. મોરબી પોલીસે આ મામલાની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે જાણી શકાય.



Leave a Comment