‘મેરી બીબી કો ક્યુ દેખતા હૈ’ કહી યુવકે છરીથી હુમલો કર્યો, અમદાવાદમાં હોમગાર્ડની સરાજાહેર હત્યા

by

Thenewsdk

Updated: 23-07-2025, 08.37 AM

Follow us:

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ભોઈવાડાની પોળમાં રહેતો કિશન શ્રીમાળી હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે રાત્રે જ્યારે તે દિલ્હી દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બદરુદ્દીન શાહ નામના શખસે તેને આંતર્યો હતો અને કહ્યું હતું કે, ‘મેરી બીબી કે સામને ક્યુ દેખતા હૈ.’ આ કહી બદરુદ્દીને મારામારી શરૂ કરી હતી. થોડીવારમાં જ બદરુદ્દીને પોતાની પાસે રહેલી છરી કાઢીને કિશન પર હુમલો કરી દેતા નાસભાગ મચી હતી.

હુમલા સમયે અન્ય લોકો પણ હાજર હતા

દિલ્હી દરવાજા વિસ્તારમાં થયેલી હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં રાત્રિના સમયે બનેલા આ બનાવ સમયે રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે. મૃતક કિશન અને આરોપી વચ્ચે જ્યારે બોલાચાલી થઈ રહી છે અને હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે પણ નજીકમાં કેટલાક લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.

કિશનનું સારવાર દરમિયાન મોત

કિશન પર કરાયેલો હુમલો એટલે જોરદાર હતો કે, કિશનના પેટના ભાગના આંતરડા બહાર આવી ગયા હતા. કિશનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે બદરુદ્દીન શાહ નામના શખસ અને તેની સાથે રહેલી યુવતીએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.