મારું ગુજરાત

Mehsana : મહેસાણામાં રેલવે બ્રિજ નીચેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો,હત્યા કે આત્મહત્યા?

મહેસાણાના હનુમંત હેડુંવા ગામેથી પસાર થતી રેલવે લાઈનના બ્રિજ નીચેથી એક યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી. આ સ્થળેથી પોલીસને એક કાર પણ મળી આવી છે. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક નજીકના ગામનો રહેવાસી

મહેસાણા મહાનગરના હનુમંત હેડુવા ગામ વિસ્તારની સીમમાંથી પસાર થતી મહેસાણા અમદાવાદ રેલવે લાઇન પરના લોખંડના રેલવે બિજ પરથી એક યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. લટકતી લાશને જોઈ ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મહેસાણા તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

ઘટનાસ્થળેથી એક કાર પણ મળી આવી

મૃતક અવારનવાર આ જગ્યાએથી પસાર થતો હતો યારે તેની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળવી એ તપાસનો વિષય બન્યો છે. આ સાથે જ બનાવ સ્થળ પાસેથી GJ01 KM 3553 નંબરની એક સફેદ કલરની કાર મળી આવી હતી. જે કાર મૃતકના મિત્રની હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

મહેસાણા તાલુકા પોલીસે હાલમાં મૃતદેહને બ્રિજ પરથી નીચે ઉતારી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. હેસાણા તાલુકા પોલીસે યુવકનું મૃત્યુ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button