Messi : દિગ્ગજ ફૂટબોલર મેસ્સી ભારતમાં રમવા આવશે, આર્જેન્ટિનાએ લીલીઝંડી આપી

દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ ભારતની મુલાકાતે આવશે. આર્જેન્ટિના ફૂટબોલ સંઘ (AFA) દ્વારા શનિવારે લિયોનેલ મેસીની ભારત યાત્રાની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે.
કેરળમાં નવેમ્બર મહિનામાં મેચ રમશે
એએફપી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર નવેમ્બર 10 થી 18 દરમિયાન કોઈપણ દિવસે કેરળમાં મેચ યોજાશે. કેરળમાં કયા શહેરમાં મેચ રમાશે એ પણ હજુ જાહેર નથી કરાયું. આ મેચો 2026 ફિફા વિશ્વ કપ માટેની આર્જેન્ટિનાની તૈયારીના ભાગરૂપે રમાશે.
AFAની જાહેરાતથી મેસીના ફૅન્સમાં ઉત્સાહની લહેર ફરી વળી
મેસીની મુલાકાત ભારતીય ફૂટબોલના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના સાબિત થશે. એને લીધે દેશમાં ફૂટબોલની લોકપ્રિયતામાં ઉછાળો આવશે. ભારતના ફૂટબોલ પ્રશંસકો માટે મેસીને રમતો જોવાની આ સુવર્ણ તક છે, તેથી AFAની જાહેરાતથી મેસીના ફૅન્સમાં ઉત્સાહની લહેર ફરી વળી છે.