Mexico Tariff Hike 2026: ચીન, ભારત સહિત એશિયાઈ દેશો પર 50% સુધી ટેરિફ લાગુ થશે

by

Thenewsdk

Updated: 11-12-2025, 08.46 AM

Follow us:

Mexico Tariff Hike 2026: દુનિયામાં ફરી એકવાર ટેરિફ વૉરની અસર દેખાવા લાગી છે. જેમ અમેરિકા છેલ્લા કેટલાક સમયથી આયાતી માલ પર ભારે ટેરિફ લગાવી રહ્યું છે, તેમ હવે મેક્સિકો પણ એ જ દિશામાં આગળ વધ્યો છે. મેક્સિકોની સેનેટે ચીન સહિત અનેક એશિયાઈ દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર 50% સુધીના નવા ટેરિફ વધારાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે, જે વર્ષ 2026થી અમલમાં આવશે.

  • 1,400 આયાતી પ્રોડક્ટ્સ પર ઊંચો ટેરિફ

નવા બિલમાં લગભગ 1,400 પ્રોડક્ટ કેટેગરીઝ સામેલ છે. જેમાં ઓટો-પાર્ટ્સ, સ્ટીલ, ટેક્સટાઈલ જેવા મહત્ત્વના સેક્ટર્સ છે. ઘણાં પ્રોડક્ટ્સ પર ટેરિફ 35% સુધી વધારવામાં આવશે. સેનેટમાં આ બિલ 76 મતની બહુમતિથી પાસ થયું.

  • કયા દેશોને પડશે વધુ અસર?

આ નવા ટેરિફનો સૌથી વધારે ફટકો નીચેના દેશોને પડશે:

ચીન

ભારત

દક્ષિણ કોરિયા

થાઈલેન્ડ

ઇન્ડોનેશિયા

આ તમામ દેશો મેક્સિકોને મોટાપાયે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ નિકાસ કરે છે.

  • મેક્સિકો આ પગલું કેમ લઈ રહ્યો છે?

વિશ્લેષકોના મતે મેક્સિકો મુખ્યત્વે સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત કરવા અને અમેરિકાના દબાણને ધ્યાનમાં રાખીને આ પગલું લઈ રહ્યો છે. આ સાથે દેશને 3.76 અબજ ડોલરની વધારાની આવક થવાની આશા છે, જેથી નાણાકીય ખાધ પૂરી કરવામાં મદદ મળશે.

  • ભારત–મેક્સિકો વેપાર પર અસર

છેલલા વર્ષોમાં ભારત–મેક્સિકો વચ્ચેનો વેપાર તેજીથી વધ્યો છે:

2022: 11.4 અબજ ડોલર

2023: 10.6 અબજ ડોલર

2024: 11.7 અબજ ડોલર (All-Time High)

ભારત મેક્સિકો સાથે મોટો ટ્રેડ સરપ્લસ ધરાવે છે —

નિકાસ: 8.9 અબજ ડોલર

આયાત: 2.8 અબજ ડોલર

નવા ટેરિફ બાદ ઓટો-પાર્ટ્સ, સ્ટીલ અને ટેક્સટાઈલ સેક્ટર્સ પર ખાસ અસર જોવા મળી શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.