Morbi Accident: મોરબીમાં ટ્રિપલ અકસ્માતથી સનસનાટી, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ આગ લાગી હતી,
જેમાં ઘટનાસ્થળે જ ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો હતો.
જો કે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
મળતી માહિતી અનુસાર, માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેની પાછળ આવતી એક ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યો,
આ દરમિયાન પાછળ આવતી કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભયાનક આગ લાગી હતી. ટ્રકમાં અને કારમાં સવાર 2-2 લોકોના મોત થયા છે.
ઘટનાની જાણ થતા મોરબી અને ભચાઉ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કારમાં સવાર સાત લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.