‘મીની કાશ્મીર’ બનેલું માઉન્ટ આબુ: 2 ડિગ્રી તાપમાન વચ્ચે ટુરિસ્ટની ભીડ

by

Thenewsdk

Updated: 08-12-2025, 09.46 AM

Follow us:

રાજસ્થાનના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ 12 ડિગ્રી સુધી નોંધાતા દિવસ દરમિયાન પણ શીતલહેરનો પ્રભાવ યથાવત રહ્યો છે.

સવારે છવાયેલા ધુમ્મસે સમગ્ર પરિસરને મનોહર બનાવતાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય વચ્ચે સેલ્ફી ક્લિક કરતા જોવા મળ્યા. ખાસ કરીને ગુરુશિખર પર વહેતા ઠંડા પવનના સુસવાટાઓ સહેલાણીઓને ધ્રુજાવી દે તેવી ઠંડક અનુભવાઈ.

આ શિયાળાની મોજમાં માઉન્ટ આબુને પ્રવાસીઓ ‘મીની કાશ્મીર’ તરીકે માણતા જોવા મળ્યા છે. રવિવારની રજાને કારણે સ્થળ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો, જેના કારણે હોટેલ, વ્યૂ પોઇન્ટ અને મુખ્ય પ્રવાસન સ્થળોએ ભારે ભીડ ઉમટી પડી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.