મુંબઈની હવામાં ઝેર: AQI ભારેખમ વધતા GRAP-4 લાગૂ, બાંધકામ બંધ

by

Thenewsdk

Updated: 01-12-2025, 09.07 AM

Follow us:

દેશની રાજધાની દિલ્હીની જેમ હવે મુંબઈ પણ પ્રદૂષણની ગંભીર ચપેટમાં આવી ગયું છે. દરિયાકાંઠું હોવાને કારણે સામાન્ય રીતે હવાની ગુણવત્તા સુધરતી હોય છે, પરંતુ આ વખતે પ્રદૂષણનું સ્તર અચાનક ખતરનાક રીતે વધી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં AQI ‘ખરાબ’થી ‘અત્યંત ખરાબ’ સુધી પહોંચી જતા BMCએ GRAP-4 તાત્કાલિક અમલમાં મૂક્યો છે.

મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી ઈસ્ટ, ચકાલા, પોવઈ અને મુલુંડ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખાસ કરીને ચિંતાજનક નોંધાઈ છે. GRAP-4 લાગૂ હોવા છતાં મુંબઈનો સરેરાશ AQI 187 સુધી ગયો છે, જે ‘અનહેલ્ધી’ કેટેગરીમાં છે અને સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે.

  • BMCનું મોટું પગલું: બાંધકામ પર પુરો પ્રતિબંધ

ધૂળના વધતા કણોને રોકવા BMCએ શહેરના તમામ બાંધકામ અને રિકરિંગ પ્રોજેક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. 50 જેટલી મોટી સાઇટ્સને કામ તરત બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે.

  • ઉદ્યોગો પર પણ નિયંત્રણ

લઘુ ઉદ્યોગો, બેકરીઓ, માર્બલ કટિંગ યુનિટ્સ અને અન્ય નાના ઉત્પાદન કેન્દ્રોને ધૂળ નિયંત્રણના નિયમો કડક રીતે પાલન કરવા સૂચના આપી છે. દરેક વોર્ડમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટુકડી બનાવી સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. પાણીનો છંટકાવ, માસ્કનો ઉપયોગ અને ટ્રાફિક નિયમન પર ભાર મૂકાયો છે.

  • વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રણ ભારતીય શહેર

મુંબઈ જ્યાં AQI 187 પર છે, ત્યાં કોલકાતાનો AQI 236 સુધી પહોંચતા ‘ખૂબ ખરાબ’ સ્તર નોંધાયો છે. ચોંકાવનારી વાત એ છે કે વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રણ શહેર ભારતના છે, જે સમગ્ર દેશ માટે ગંભીર ચેતવણી સમાન છે.

  • સ્વાસ્થ્ય માટે જોખમ

પ્રદૂષણ વધતા શ્વસન સમસ્યાઓમાં વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે હવામાન પરિસ્થિતિ અને બાંધકામ પ્રવૃત્તિઓનું સંયુક્ત પ્રભાવ મુંબઈ માટે જોખમરૂપ છે. GRAP-4ના નિયમોનું કડક પાલન અને નાગરિકોમાં જાગૃતિ હવે અત્યંત જરૂરી બની છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.