SS Rajamouli Next Film Update:‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મો બાદ દિગ્ગજ દિગ્દર્શક એસએસ રાજામૌલી ફરી એકવાર ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. તેમની આગામી મેગા બજેટ ફિલ્મ, જેનું કામચલાઉ શીર્ષક ‘વારાણસી’ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, હાલ સમગ્ર સિનેમા જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
આ ફિલ્મમાં મહેશ બાબુ, પૃથ્વીરાજ સુકુમારન અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળશે. સાઉથ, બોલિવૂડ અને હોલીવુડનું આ અનોખું સ્ટાર કોમ્બિનેશન ફિલ્મને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જવાની પૂરી ક્ષમતા ધરાવે છે.
વારાણસીના બિલબોર્ડ્સે વધાર્યો રહસ્ય
તાજેતરમાં કાશી (વારાણસી) ના રસ્તાઓ પર અચાનક દેખાયેલા રહસ્યમય હોર્ડિંગ્સે ચાહકોમાં ઉત્સુકતા જગાવી છે. આ બિલબોર્ડ્સ પર મોટા અક્ષરે લખેલું છે “7 એપ્રિલ, 2027”.
પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ એ આ હોર્ડિંગ્સની તસવીરો શેર કરતાં સંકેત આપ્યો છે કે રાજામૌલીની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ આ જ દિવસે વૈશ્વિક સ્તરે રિલીઝ થઈ શકે છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.
કેમ ખાસ છે 7 એપ્રિલ 2027?
રાજામૌલી તેમની રિલીઝ સ્ટ્રેટેજી માટે જાણીતા છે. 7 એપ્રિલની તારીખ પાછળ મજબૂત બોક્સ ઓફિસ ગણિત છુપાયેલું છે.
આ દિવસે દક્ષિણ ભારતમાં ઉગાદી, મહારાષ્ટ્રમાં ગુડી પડવો, ત્યારબાદ 14 એપ્રિલે આંબેડકર જયંતી અને 15 એપ્રિલે રામનવમી આવે છે. સતત રજાઓના કારણે ફિલ્મને લાંબો ફેસ્ટિવ રન અને જબરદસ્ત ઓપનિંગ મળવાની પૂરી સંભાવના છે.
ક્યારેય ન જોયેલું સ્ટાર પાવર
મહેશ બાબુ આ ફિલ્મ માટે લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે. પૃથ્વીરાજ સુકુમારનની હાજરી ફિલ્મને મજબૂત અભિનયની ધાર આપશે, જ્યારે પ્રિયંકા ચોપરા ફિલ્મને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વિશેષ ફાયદો અપાવશે.
ગ્લોબલ ઇવેન્ટમાં દેખાડેલી ઝલક બાદ હવે ચાહકો ઓફિશિયલ ટીઝર ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Leave a Comment