મારું ગુજરાત
નવરંગપુરાની સોમ લલિત સ્કૂલની વિદ્યાર્થિનીએ ત્રીજા માળેથી કૂદકો માર્યો, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરના નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ આજે વાગ્યે સ્કૂલના ત્રીજા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીને હાથ પગ અને માથા પર ઇજા પહોંચી છે. પરિણામે તેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ અકબંધ
બીજી તરફ આ બનાવની જાણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ છે અને ભાનમાં આવ્યા બાદ આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું કારણ જાણવા મળશે. સ્કૂલના સંચાલક પ્રજ્ઞેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ બાળકીએ ઉપરથી કૂદકો મારીને આપઘાતનો જ પ્રયાસ કર્યો છે. અમે પોલીસને સીસીટીવી ફૂટેજ અને તમામ માહિતી આપીશું.