હાલ રાજ્યમાં ઘરેલું વપરાશ માટે LPG સિલિન્ડરોનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે કોમર્શિયલ વપરાશ માટે વિશિષ્ટ મર્યાદા અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેથી ગેસની અછત ના થાય અને આવશ્યક ક્ષેત્રોમાં પુરવઠો ખાતરી સાથે મળી રહે.
LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી
સરકારના નવા આદેશ મુજબ, જે વિસ્તારોમાં PNG નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં કોમર્શિયલ LPG રીફિલની ફાળવણી આ રીતે કરવામાં આવશે:
– હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ – તેમની જરૂરિયાત અનુસાર 100% જથ્થો મળશે.
– ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ, એરલાઇન અને રેલ્વે કેન્ટીન – 70% જથ્થો ફાળવવામાં આવશે.
– હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમો – માત્ર 10% જથ્થો ફાળવવામાં આવશે.
– છેલ્લા 1 વર્ષથી કાર્યરત ભોજન આપતી સંસ્થાઓ – છેલ્લાં 6 મહિનાના વપરાશના આધારે 10% જથ્થામાં જ પૂરવઠો મળશે.
સરકારે વધુ સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો પાસે PNG કનેક્શન ઉપલબ્ધ છે, તેમને હવે LPG કનેક્શન સરેન્ડર કરવું અનિવાર્ય રહેશે. આવા ગ્રાહકો માટે LPG કનેક્શન જાળવવાનું મંજૂર નહીં થાય.


Leave a Comment