હવે 40 અલગ એપની જરૂર નહીં! Election Commissionએ લોન્ચ કરી ‘ઓલ-ઈન-વન’ ECINet એપ, જાણો શું છે ખાસ

by

Thenewsdk

Updated: 22-01-2026, 01.49 PM

Follow us:

Election Commission ECINet App Launch: ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત 40થી વધુ ઓનલાઈન સેવાઓ માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ ECINet એપને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. આ એપનું લોકાર્પણ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન કરવામાં આવ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ અવસરે જણાવ્યું હતું કે ભારતની આ ટેકનોલોજી આધારિત પહેલ વિશ્વભરની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ માટે ઉપયોગી બની શકે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ECINetનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.

ચૂંટણી પંચે જણાવ્યું કે ECINet એપ મતદારોને ચૂંટણી સંબંધિત રીઅલ-ટાઇમ અને સચોટ માહિતી પૂરી પાડશે. નોંધનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ એપના બીટા વર્ઝનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એપના વિકાસ દરમિયાન જનતાથી સૂચનો માંગવામાં આવ્યા હતા, જેમાં 15,000થી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા. જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “આ સૂચનોના આધારે ECINetને સતત વધુ મજબૂત બનાવવામાં આવશે.”

ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુએ કહ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં એપ્સ આપણા જીવનનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે અને ચૂંટણી પ્રક્રિયા પણ ટેકનોલોજીથી અલગ રહી શકે નહીં. તેમણે દાવો કર્યો કે ECINet એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને હેક કરવું અશક્ય છે.

ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશીએ જણાવ્યું હતું કે આયોજન, વ્યવસ્થાપન અને ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીની ભૂમિકા ઝડપથી વધી રહી છે અને ECINet એપ પારદર્શિતા તથા વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવશે.

📱 ECINet એપની મુખ્ય વિશેષતાઓ

  • મતદારો, ઉમેદવારો અને એફિડેફિટની સંપૂર્ણ માહિતી
  • પોલિંગ સ્ટેશન સંબંધિત વિગતો
  • BLO સાથે કોલ બુક કરવાની સુવિધા
  • પોલિંગ પર્સન્ટેજ ચેક કરવાની વ્યવસ્થા
  • કોઈ પક્ષ અથવા ઉમેદવાર વિરુદ્ધ ઉલ્લંઘનની ફરિયાદ
  • રીઅલ-ટાઇમ ચૂંટણી પરિણામોની માહિતી

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.