મારું ગુજરાત
મોરબીમાં લૂંટેરી દુલ્હન લગ્નના ત્રીજા દિવસે જ 2 લાખનું ફૂલેકુ વાળીને ફરાર

મોરબીમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક યુવતીએ પોતાના સાથીદારો સાથે મળીને લગ્નનું નકલી નાટક રચ્યું અને લગ્નના માત્ર ત્રણ દિવસ પછી પતિ પાસેથી રૂ.2 લાખની ઠગાઈ કરીને ભાગી ગઈ હતી.
સમગ્ર બનાવને લઈને પીડિત યુવકે એ ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતી પણ સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે, માધાપર ગામના રહેવાસી કાનજી રામજીભાઈ નામના યુવકનું મિનાક્ષી નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પછી માત્ર ત્રણ જ દિવસ સુધી મિનાક્ષી પતિના ઘરે રહી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગઈ હતી.